Saturday, February 3, 2018

જીભના ચટકા માટે ચટાકેદાર રસથાળ (ભોજન થાળ)... from the house of One Ten Restaurant Mehsanaઆમ તો પરીવારમાં વડવાઓ  પહેલાથી જ ભોજન બનાવવામાં કુશળતા. ખોડીદાસ દાદા અને દાદાના ભાઈ મોરલીધરભાઈ ઠાકર મોટા ગજાના રસોઈયા અને ગુજરાતમાં ખ્યાતનામ.રસોઈ કળા પરીવાર સાથે સાથે વારસામાં આગળ વધતી રહી. મને પણ આ કળામાં હાથ અજમાવવાનો મોકો મળ્યો. One Ten Restaurant and Banquet, Mehsana એ આ કામ માં નિપુણતા મેળવવા માટેના અનુભવ પુરા પાડ્યા. છેલ્લા ત્રણેક વર્ષ થી વન ટેન રેસ્ટોરન્ટમાં  અને ઘરે નિત નવા અખતરા કરતા જુદી જુદી રીતે અને જુદા જુદાં માધ્યમોથી (મેળવેલ રેસીપી) કરેલ કલેકશનમાં મળેલ  કેટલીક આગવી ભોજન બનાવવાની રીત આપની સાથે વહેચું છું. મેં પણ કોઈક જગ્યાએથી વાંચી, કોઈકે શીખવી અને મેં અખતરો કર્યો જેને સુખદ અનુભવ કરાવ્યો. તમે પણ જાતે- ઘરે  પ્રયત્ન કરી શકો છો. આમ તો ઘણા સમય થી આપણી સાથે મને ગમતી આ બધી ડીશ વહેંચવાની ઈચ્છા હતી પરંતુ સમય ની સંકળાશ આ વિષે લેખન કામ માટે  સમય આપતી નહોતી. અત્યારે ફૂલ ટાઈમ વેકેશન માણી રહ્યો છું અને મળેલ  રજાનો મહત્તમ ઉપયોગ લેખનના આ ગમતા  કામમાં કરવાનું નક્કી કર્યુ છે. અહી કેટલીક ભારતીય અને ગુજરાતી રસોઈ ની રીત આપના માટે...

“સેવ ઉસળનો મસાલો”

જરૂરી સામગ્રી:

1) ૨ ચમચી – સૂકા ધાણા,
2) ૨ – તમાલપત્ર,
3) ૧ ચમચી – લવિંગ,
4) ૧ – સ્ટાર વરીયાળી,
5) ૧ ચમચી – મરી,
6) ૧ ચમચી – વરીયાળી,
7) ૪ -૫ – સૂકા લાલ મરચાં,
8) ૧ મોટી ચમચી – કાશ્મીરી લાલ મરચું,
9) ૧ નાની ચમચી – આમચૂર પાવડર,
10) ૧/૪ ચમચી – હળદર,
11) ૨ નાના ટુકડા – તજ,
12) થોડું મીઠુ,
13) ૧ ચમચી ચીલી ફ્લેક્ષ,

બનાવવાની સરળ રીત:

1) સૌથી પહેલા બધાં ખડા મસાલા ને શેકી લેવાં,મરચાં અને તમાલપત્ર ના ટૂકડા કરી લઈશું.

2) આ મસાલા ને લગભગ ૪-૫ મિનીટ કે ધાણા નો કલર થોડો બદલાય અને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી શેકવું.

3) હવે એને ઠંડુ થવા દો.

4) મિક્સર ના નાના જાર માં એડ કરો અને એનો પાવડર બનાવી લો.

5) એને ચાળી લો.

6) મસાલા ને એક વાટકા માં લઈ તેમાં લાલ મરચું ,મીઠું ,હળદર ,આમચૂર પાવડર અને મીઠું મિક્ષ કરી લો.

7) મસાલા ને તમે ડબ્બા માં ભરીને ફ્રિજ માં ૪-૫ મહિના સુધી સાચવી શકો છો.

નોધ – ખડા મસાલા નો કલર બદલાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકવા જરૂરી છે ,તમે જો રેગ્યુલર મસાલો (ડુંગળી અને લસણવાળો )બનાવવાં માંગતા હોવ તો માર્કેટમાં લસણ ડુંગળી ના ડ્રાય પાવડર મળે છે એ એડ કરી શકાય.


ઈડલી :

આ રીત પ્રમાણે ઈડલી ઢોસા બનાવો પછી જુઓ , ઘરના દરેક સભ્ય ના ચેહરા નું સ્મિત. એકદમ perfect પોચી અને સફેદ ઈડલી બનશે .

મેં અહી ગ્લાસ નું માપ લીધું છે આપ વાડકા નું માપ પણ લઇ શકો છો. આખા અડદ ની બદલે અડદ ની દાળ પણ ચાલે...

૨.૫ ગ્લાસ ઈડલી ના ચોખા (બાફેલા ચોખા ),
૦.૫ ગ્લાસ સાદા ચોખા,
૧ ગ્લાસ આખા અડદ,
૧૦-૧૫ દાણા મેથી,
૧.૫ વાડકો પૌંઆ,

સૌ પેહલા એક મોટા તપેલા માં બેય ચોખા , અડદ અને મેથી લો. ૪-૫ વાર બરાબર ધોઈ લો. પુરતું પાણી ઉમેરી ૭-૮ કલાક અથવા આખી રાત પલાળી રાખો ..

ત્યાર બાદ ફરી એક વાર આ મિશ્રણ ને ધોય લેવું . પોઆ ધોય ને ૨૦ min સુધી થોડા પાણી માં પલાળી લેવા . વાટવા ના મશીન માં કે મિક્ષેર માં ચોખા અને અડદ ની સાથે પોઆ મિક્ષ કરી ઓછા પાણી માં લીસું વાટવું .. પાણી ની માત્રા બહુ વધારે નહિ એમ જ બહુ ઓછી પણ નહિ . અડદ અને ચોખા ના દાનાં બરાબર પીસાય જવા જોઈએ .

એક મોટા તપેલા માં આ વાટેલું મિશ્રણ કાઢી લો . એને ઢાંકી હૂંફાળી જગા પર ૭-૮ કલાક સુધી રાખો. આથો આવશે તો જ ઈડલી ઢોસા સારા બનશે . આથો નહિ આવે તો ઈડલી પીળા કલર ની બનશે .

આથો બરાબર ચડી જાય એટલે ચમચા થી એકદમ હલાવી લો . ઉપયોગ હોય એટલા જ ખીરા માં મીઠું ઉમેરો , બાકી નું ખીરું ઢાંકી ને ફ્રીઝ માં મૂકી દો . આમ કરવા થી ખીરુ ખાટું ની પડે .


“રજવાડી ગ્રીન ઉંધીયું”

સામગ્રી:

– સુરતી પાપડી બસો ગ્રામ,
– તુવેરનાં દાણા સો ગ્રામ,
– વટાણા સો ગ્રામ,
– વાલનાં દાણા પચાસ ગ્રામ,
– બટાકા બસો ગ્રામ,
– શક્કરીયા બસો ગ્રામ,
– રતાળુ પચાસ ગ્રામ,
– રીંગણ પચાસ ગ્રામ,
– ટામેટાં પચાસ ગ્રામ,
– જામફળ સો ગ્રામ,
– મેથીની ભાજી સો ગ્રામ,
– કાચું કેળુ એક નંગ,
– લીલું લસણ પચાસ ગ્રામ,
– કોથમીર બસો ગ્રામ,
– મરચાં પાંચ નંગ,
– આદુ એક કટકો,
– લીંબુ લીંબુ નંગ,
– લીલા કોપરાનું છીણ સો ગ્રામ,
– તલ ચાર ચમચી,
– અજમો બે ચમચી,
– ગરમ મસાલો ચાર ચમચી,
– મીઠું સ્વાદ પ્રમાણે,
– તેલ બસો ગ્રામ,
– ખાંડ બે ચમચી,
– વરિયાળી એક ચમચી,
– હીંગ એક ચમચી,
– લાલ મરચું બે ચમચી,
– શીંગદાણાનો ભુકો પચીસ ગ્રામ,
– વાટેલું જીરૂ બે ચમચી,
– ચણાનો લોટ પચાસ ગ્રામ,
– ઘઉંનો કકરો લોટ પચીસ ગ્રામ,
– મેંદો પચાસ ગ્રામ,
– સોજી પચાસ ગ્રામ,
– કોપરાનું છીણ પચીસ ગ્રામ,
– ઝીણી સેવ સો ગ્રામ.

રીત:

સૌપ્રથમ સોજી અને મેંદો ભેગા કરી તેમાં મોણ અને મીઠું નાંખી લોટ બાંધો અને પછી તેના મોલ્ડ તૈયાર કરી તેને તળી લો. તુવેર અને વાલનાં દાણા જરા તેલ અને પાણી નાંખી બાફી લો.

રતાળુને ઝીણા ઝીણા કટકા કરી તળી લેવા તેની ઉપર સંચળ ચાટ મસાલો અને મીઠું નાંખી દો પછી તપેલામાં પાણી મૂકી રીંગ મૂકો તેની ઉપર ચાળણી મૂકો, તેની ઉપર સફેદ કાપડ પાથરી તેમાં બટાકા, શક્કરિયાનાં કટકા, વટાણા, સુરતી પાપડી મૂકી કાપડનો કકડો બંધ કરી બાફી દો પછી ચણાનો લોટ, ઘઉંનો કકરો, લોટ, મેથીની ભાજી, લીલાં મરચાંની પેસ્ટ, કોથમીર એક ચમચી, ખાંડ, લીંબુનો રસ, મોણ નાંખી કણક બાંધી એકદમ નાનાં નાનાં બોલ બનાવી તળી દો.

રીંગણનાં મોટા કટકાં કરો પછી તાંસળામાં તેલ મૂકો, તેમાં અજમો નાંખો. અજમો તતડી જાય એટલે તેમાં હીંગ નાંખો તેમાં રીંગણન કટકા નાંખો પછી દસ મિનિટ સિજાવા દો. પછી તેમાં બટાકા, શક્કરીયા, વટાણા, તુવેરનાં દાણા, વાલના દાણા અને સુરતી પાપડી અને લસણ-મરચાંની પેસ્ટ નાંખો. વાટેલા શીંગદાણા અને વરિયાળી અને કોપરાનું છીણ નાંખો.

સ્વાદ પ્રમાણે મીઠું નાખો, ગરમ મસાલો, ખાંડ, લીંબુનો રસ, લાલ મરચું નાંખી બધું હલાવી લો પછી તેમાં જામફળનાં કટકા, ટામેટાંના કટકા, કેળાંના કટકા નંખી બધું હલાવી દો. દસ મિનિટ સુધી તેને થવા દો પછી ગેસ બંધ કરી દો. ઉપર કોથમીર અને લીલા કોપરાનું છીણ નાંખી હલાવી દો.Sindhi Kadhi

भारत के हर प्रान्त और समुदायों में खाने में विभिन्नता देखने को मिलती है, जैसे यह स्वादिष्ट सिंधी कढ़ी!

Get the recipe below:

Serves: 5 | Preparation Time: 15 minutes | Cooking Time: 20 minutes

Ingredients:

- Oil /  तेल - 2 tbsp
- Asafoetida - ¼ tsp
- Coriander seeds /  खड़ा धनिया- 1 tablespoon, coarsely ground
- Mustard seeds / राई - 1 teaspoon
- Fenugreek seeds / खड़ा मेथी - 1 teaspoon
- Cumin seeds / जीरा  - 1 teaspoon
- Curry leaves / कड़ी पत्ता - 7-8
- Ginger / अदरक - ½ inch, grated
- Gram flour/ बेसन का आटा - 4 tablespoons
- Tomatoes / टमाटर  - 2, grated
- Green chilies / हरी मिर्ची  - 3 to 5 slit
- Ladyfingers / भिंडी - 10-12
- Cluster beans/ गुवार  - 16 to 18
- Potatoes / आलू  - 2, cut into big pieces
- Turmeric powder / हल्दी - ½ teaspoon
- Red chili powder / लाल मिर्ची पॉवडर - 1 teaspoon
- Tamarind paste / इमली का पेस्ट- 1 tbsp (use Kokum as a substitute)
- Water / पानी
- Salt / नमक

Method:

- Heat the oil in a stockpot or large saucepan. Add the asofoetida, coriander seeds, mustard seeds and cumin seeds. When the seeds start to sizzle add in the curry leaves and the grated ginger and chilies.
- Give the oil mixture a stir and then with the heat on low add in the gram flour while constantly stirring. The gram flour will mix with the oil and spices and start to become lumpy.
- Cook the flour for a 1-2 minutes until the colour changes. Then begin to add in water a little at a time stirring to make get rid of the lumps.
- When you have a smooth mixture, add in the tomatoes, potatoes, drumsticks, cluster beans and ladyfingers.
- Add in the turmeric and chili powder along with the salt and stir the kadhi.
- Let the kadhi come to a boil and add in the tamarind paste.
- Then let the kadhi simmer for half an hour or until the vegetables are cooked through.


ખુબ જ ટેસ્ટી ઊંધિયું હવે તમે પણ બનાવી શકશો… પછી અમને જણાવજો કે કેવું લાગ્યું બધાને…

વેજીટેબલ ઊંધિયું

જરૂરી સામગ્રી:

1) ૧૦૦ ગ્રામ – બટાકા,
2) ૧૦૦ ગ્રામ – સૂરણ,
3) ૧૦૦ ગ્રામ – શક્કરીયા,
4) ૫૦ ગ્રામ – રતાળુ,
5) ૨૫૦ -૩૦૦ ગ્રામ – મીક્સ શાક (પાપડી ,વાલોળ ,ફણસી ,ગવાર ),
6) ૧૦૦ ગ્રામ – રીંગણ,
7) ૧૦૦ ગ્રામ – રવૈયા,
8) ૫૦ ગ્રામ – મોળા મરચા,
9) ૧૦૦ ગ્રામ – કોથમીર,
10) ૧૦-૧૫ – લીલા મરચા,
11) નાનો ટુકડો આદું,
12) ૧૦૦ ગ્રામ – લીલું લસણ (જો ખાતા હોવ તો ),
13) ૪૦૦ ગ્રામ –મીક્સ દાણા(તુવેર,વટાણા,પાપડી ના દાણા),
14) ૧૫૦ ગ્રામ – ટામેટા,
15) ૧/૨ કપ – તેલ,
16) ૧ ચમચી રાઈ,
17) ૧/૪ ચમચી – જીરું,
18) ૧/૪ ચમચી – અજમો,
19) ૧ – તમાલપત્ર,
20) ૧ – સૂકું લાલ મરચું,
21) ૧ ચમચી – હિંગ,
22) ૨ ચમચી – હળદર,
23) ૨-૧/૨ ચમચી – લાલ મરચું,
24) ૨ ચમચી – ધાણા જીરું,
25) ૨ નાની ચમચી – ગરમ મસાલો,
26) ૨ ચમચી – ખાંડ(ઘર ના સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય ),
27) મીઠું સ્વાદ પ્રમાણે,
28) સમારેલી કોથમીર,
29) ૮-૧૦ – મેથી ના મુઠીયા,
30) ૧/૨ -૧ કપ – પાણી,

બનવાની રીત :

૧ ) સૌથી પહેલા એક વાસણ માં બધા કંદમૂળ કાપી લો (રતાળુ ,સૂરણ ,શક્કરીયા અને બટાકા ને છાલ સાથે કાપી લો,તેમાં જ રીંગણ ને નાના નાના સમારી લેવાના

૨ ) બધા લીલા શાક ઝીણા સમારીને લેવા (જે શાક ઓછુ વધતું કે ના લેવું હોય તો પણ ચાલે )
૩ ) દાણા ને સાફ કરી લેવા તેને બાફવાની જરૂર નથી અત્યારે આ તાજા દાણા છે તો તે સરસ ચઢી જશે
૪ ) કોથમીર ,મરચાં અને આદું ને વાટી લેવું જો લસણ લેવું હોય તો એ પણ અત્યારે વાટવામાં જ ઉમેરી દેવાનું

૫ ) રવૈયા ના નાકા કાપી તેના ૪ કાપા કરવા એજ રીતે મરચા ના નાકા અલગ કરી એને એક બાજુ કાપો કરવો એજ રીતે બધાં રવૈયા અને મરચાં ને કાપી લેવા.
૬) તેમાં ભરવા એક મસાલો તૈયાર કરવો જેમાં ૧/૨ ચ .ચણા નો લોટ ,૧ નાની ચમચી મરચું ,૧ નાની ચમચી ધાણાજીરું,ચપટી ખાંડ,હળદર ,મીઠું અને તેલ ભેગું કરવું
૭) આ મસાલો રવૈયા અને મરચા માં ભરવો,વધારે દબાવીને નથી ભરવાનો

૮ ) ટામેટાને છીણીથી છીણી લેવા
૯ ) હવે સમારેલું શાક અને દાણા મિક્ષ કરી તેમાં પાણી નાખો ૧૦ )નોન સ્ટીક ની વાસણ માં તેલ ગરમ થવા મુકો
૧૧ ) તેલ થાય એટલે તમાલપત્ર અને રાઈ નાખો.

૧૨ ) રાઈ તતડે એટલે જીરું, અજમો , અને સૂકું લાલ મરચું નાખો
૧3 ) હવે હળદર અને હિંગ નાખો
૧૪ ) હવે વાટેલા કોથમીર મરચા ની પેસ્ટે નાખો અને ૨ મિનીટ સાંતળો (જો સુકું લસણ નાખવું હોય તો એ અત્યારે ૮-૧૦ કાળી વાટીને નાખવું )

૧૫ ) હવે સૌથી પહેલા શાક નાખો અને ૨ મિનીટ સાંતળો

૧૬ ) ૨ મિનીટ પછી કંદમૂળ નાખો અને રવૈયા પણ અત્યારે નાખીને મિક્ષ કરી લો મરચા અત્યારે નથી નાખવાના
૧૭ ) સ્વાદ પ્રમાણે મીઠું નાખી મિક્ષ કરી લો

૧ ૮ ) શાક માં પાણી નથી નાખવાનું વાસણ ની ઉપર થાળી મૂકી તેમાં પાણી મૂકવાનું છે

૧૯ ) ગેસ નો તાપ ધીમા થી મધ્યમ રાખવાનો છે અને દર ૩-૪ મીનીટે તેને હલાવતા રેહવું જેથી શાક ઉપર નીચે થઈ જાય અને સરસ રીતે ચઢી જાય
૨૦ ) અડધો કલાક પછી કે કંદમૂળ ચઢી જાય પછી તેમા બાકીના મસાલા કરવા

૨૧ ) લાલ મરચું ,ધાણાજીરું ,ભરેલા મરચા અને રવૈયા ભરતા વધેલો મસાલો પણ અત્યારે એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્ષ કરી લો અને ઢાંકી દો
૨૨ ) ૪-૫ મિનીટ પછી શાક મિક્ષ કરી લો અને હવે તેમાં છીણેલા ટામેટા નાખો
૨૩ ) ખાંડ ઉમેરી દો તમારા ઘરના સ્વાદ પ્રમાણે અને જો લસણ નાખતા હોવ તો ખાંડ ઓછી કે ના નાખો તો પણ ચાલે
૨૪ )મિક્ષરમાં ૧/૨ -૧ કપ જેટલું પાણી નાખી આ પાણી શાક માં ઉમેરો (જેમાં કોથમીર મરચા વાટયા હતા )
૨૫ ) સાથે મેથી મુઠીયા નો અધકચરો ભૂકો અને થોડા આખા મુઠીયા પણ સાથે ઉમેરો અને બધું મિક્ષ કરી લો

૨૬ ) ફરી થી ઢાંકીને ૧૦ મિનીટ રેહવા દો અને હવે ગેસ ધીમો કરી દો ધીરે ધીરે પાણી બધું શાકમાં શોષાઈ જશે અને મુઠીયા પોચા થઈ જશે
૨7 ) સમારેલી કોથમીર અને ગરમ મસાલો નાખી મિક્ષ કરી લઈએ.૫ મમિનીટ ચઢવા દો

૨8 ) શાક માં તેલ ઉપર આવેલું દેખાય એટલે ગેસ બંધ કરી દેવો
૨9) શાક ને ૧/૨ થી ૧ કલાક સીઝવા દેવું પછી જ અને serve કરવું

30) હવે ઊંધિયું બનીને તૈયાર છે,તેને ગરમા ગરમ પુરી અને જલેબી સાથે પીરસો.


છુટ્ટો ભાત

ભાતને પકાવતા પહેલા તેમાં થોડા ટીપા તેલના નાખી દો તેનાથી ભાત ચોટશે નહી અને છુટા છુટા બનશે. જો તમે ખુબ જુના ચોખા ઉપયોગ કરી રહ્યા છો તો તેને લગભગ 30 મિનીટ સુધી જરૂર પલાળીને રાખો.

ભાત બનાવતી વખત ચોખા અને પાણીનું પ્રમાણ 1:2 માં રાખો એટલે કે એક કપ ચોખા તો 2 કપ પાણી નાખો. જો તમે ભૂરા ભાત બનાવી રહ્યા છો તો પાણી થોડું વધુ પ્રમાણમાં લેવું પડશે.

ભાતને ઉકળતી વખતે વારંવાર હલાવવા ન જોઈએ નહી તો ભાત ચોટી જાય છે અને તૂટી જાય છે.“ટામેટા ,ગાજર અને બીટ નો સૂપ”

ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે.
ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.
બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનવા માટે મદદ કરે છે.

સામગ્રી:-

7-8 નંગ ટામેટા,
2 નાના ગાજર,
1 બીટ,
5- 6 પત્તા પાલક,
1/4 કપ ફુદીનો,
1 મોટી ડુંગળી,
5-6 કળી લસણ,
1 નાનો આદુ નો કટકો,
1 લીલું મરચું,
5-6 પત્તા મીઠો લીમડો,

હવે ફરીથી એકવાર સૂપ ની ગરણી થી ગાળી લો. જો તમે પહેલા જ સૂપ ની ગરણી થી ગાળી લેશો તો બહુ જ વેસ્ટ નીકળી જશે અને ફાઇબર પણ જતા રહશે.

એટલે પહેલાં મોટા કાણા થી અને પછી સૂપ ની ગરણી થઈ ગાળો. અડધાં ચમચા જેટલું જ છેલ્લે કચરો નીકળશે.
જરૂર લાગે તો સૂપ માં થોડું પાણી ઉમેરો.

સૂપ માં નાખવાની સામગ્રી:-

1 ચમચી કોર્નફલોર માં 2 ચમચા પાણી ઉમેરી મિક્સ કરો.,
1/2 ચમચી મરી નો ભૂકો,
2 ચમચા ગોળ,
1 ચમચી તાજી મલાઈ,
મીઠું સ્વાદાનુસાર,

હવે આ ગાળેલા સૂપ ને એક તપેલા માં ગરમ કરવા મુકો.


તેમાં 1 ચમચી કોર્નફ્લોર નું મિશ્રણ ઉમેરો , મીઠું અને 1/2 ચમચી મરી નો ભૂકો ઉમેરો.

ત્યારબાદ ઉકાળો અને 2 ચમચા ગોળ ઉમેરી 2 મિનિટ ઉકાળો.


ગેસ બંધ કરી ને 1 ચમચી મલાઈ ઉમેરો અને બરાબર મિક્ષ કરો.

ગરમાગરમ સૂપ ને બાઉલ માં નિકાળી ને ચીઝ થી ગાર્નિશ કરી ને સર્વ કરો.
મેં આ સૂપ ને પાપડી પીઝા જોડે સર્વ કર્યો છે.
નોંધ:- તમે આ સૂપ માં દૂધી પણ ઉમેરી શકો છો.
ગોળ પણ તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછો કરી શકો છો.


હળદર (Haldar) નું શાક

ઘણા વખતથી કેટલા મિત્રો જેની ફરમાઈશ કરી ચુક્યા છે તે ટેસ્ટી વાનગી મહેસાણાની પ્રખ્યાત હળદર (Haldar) આજે રજુ કરીએ છીએ!!

સામગ્રી:

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ,
500 ગ્રામ ટમેટાની અધધકચરી ગ્રેવી,
500-750 ગ્રામ હળદર,
500-750 ગ્રામ લસણ,
500 ગ્રામ ઘી,
500 ગ્રામ દહીં (લસ્સી જેવું),
250 ગ્રામ આદું,
250 ગ્રામ મરચાની પેસ્ટ,
250 ગ્રામ લીલા વટાણા,
200 ગ્રામ કોથમીર,
200-400 ગ્રામ સમારેલ ગોળ,
મીઠુ,
લાલ મરચું,

રીત:

– સૌ પ્રથમ ઘી માં હળદર લાલાશ થાય ત્યાંસુધી સાંતળી લેવી(બળી ન થાય તેનુ ધ્યાન રાખવું.)
– પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.
– પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી.
ઘી છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દહી મરચાની પેસ્ટ ઉમેરવી.
– પછી જરૂર મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરવું.
– પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
– છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
– કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે હળદર.
– કોઈ પણ લોટના રોટલા જોડે સર્વ કરવું.

નોંધ:

– નાના-મોટા કુલ 20 વ્યક્તિ માટે આ રેસિપી છે.
– વધારે પડતો આ હળદર બનવાનો પ્રોગ્રામ વાડીએ થતો હોય છે, વાસણ વધારે પડતાં પીળા થઈ જાય છે તયારેે ધ્યાન રહે કે કામવાળા ભાઈ બેન રજા પર ન હોય, નહિતર જેટલી શક્તિ હળદર ખાવાથી મળશે તેનાથી ત્રણ ગણી વાસણ સાફ કરવામાં જતી રહેશે.


 ભરેલા ભીંડા બટેટા

સામગ્રી ÷  ફોટામાં દેખાય છે એ  બધું ઉપરાંત બટેટા, તેલ, હળદર,મીઠું, ધાણાજીરુ,વરિયાળી અને હીંગ

 ઉપર બધા મસાલા ને અધકચરા વાટી લેવા...( સીંગદાણા ભીંડા ની ચીકાશ દુર કરે છે )      હવે તેમા સૂકા મસાલા મેળવી  ચટણી જેવો ભરવા માટે મસાલો બનાવી,  ધોઈ,લૂછીને  ને કાપા કરેલા ભીંડામા આ મસાલો ભરીને એક પેન મા વઘાર માટે તેલ મુકીને   હિંગ નો વઘાર કરીએ.ભીંડા ને લાળ દુર થાય ત્યા સુધી ધીમા તાપે  ચડવા દઈએ...બીજી તરફ  બટેટા  ની  ચાર ચીરી કરીને તેલ મા ધીમાં તાપે  સોનેરી તળીને ભીંડા મા નાખીને પાચ મિનીટ ચડવા થઈએ.....તો તૈયાર છે...ટેસ્ટી ભીંડા બટેટા....

આ શાક  ભાખરી, પરોઠા   કે  પૂરણપોળી ( વેઢમી )  સાથે  ખાવા ની  ખુબ  જ મજા આવે છે.ગાઠિયાનું શાક :

ચણાના લોટના ગાઠિયા તમે ચા સાથે ઘણી વખત નાસ્તામાં ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય ગાઠિયાનું શાક ટેસ્ટ કર્યુ છે. તો ચાલો જોઇએ કેવી રીતે સ્વાદિષ્ટ ગાઠિયાનું શાક બનાવી શકાય. આ શાક બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે.

સામગ્રી

2 કપ – ગાઠિયા
2 ચમચી – તેલ
1 ચમચી – જીરૂ
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – લસણની પેસ્ટ
1/2 કપ – ટામેટા
1/2 ચમચી – લીલા મરચાં
1/2 કપ – દહીં
1 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત :

સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જીરાનો વઘાર થઇ જાય પછી તેમાં હળદર, લાલ મરચું અને દોઢ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં લસણની પેસ્ટ , લીલા મરચાં અને ટામેટા ઉમેરો. ટામેટા નરમ થાય એટલે તેમાં દહીં અને મીઠું ઉમેરી બરાબર ઉકળવા દો.. હવે ગેસ બંધ કરી દો. જ્યારે શાક પીરસવાનું હોય તેના થોડા સમય પહેલા તેમાં ગાઠિયા ઉમેરી બરાબર હલાવો. ગાઠિયાનું શાક તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.


મેથીના ગોટા

ત્રણથી ચાર વ્યક્તિ માટે મેથીના ગોટા બનાવવા માટે તમારે નીચે મુજબની સામગ્રી જોઈશે.

પોણો કપ ઝીણી સમારેલી મેથી
1 કપ ચણાનો લોટ
પા કપ ઝીણી સમારેલી કોથમીર
દોઢ ચમચી ઝીણા સમારેલા લીલા મરચા
પા કપ ઝીણા સમારેલા કાંદા
પા ચમચી હળદર
પા ચમચી હીંગ
ચપટી બેકિંગ સોડા
સ્વાદાનુસાર નમક
તળવા માટે તેલ

એક બાઉલમાં દોઢ કપ પાણીમાં ચમાનો લોટો ઉમેરી તેમાં મેથી, કોથમીર, ડુંગળી, મરચા અને મસાલો ઉમેરો. આ મિશ્રણને તમારા હાથ વડે જ એકદમ બરાબર હલાવો. જો તમે આ માપથી ભજિયાનો લોટ પલાળ્યો હશે તો ભજિયા એકદમ પરફેક્ટ તૈયાર થશે.

તળવાની રીતઃ

એક ઊંડી નોન-સ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેમાં ખીરામાંથી નાના નાના ભજિયા પાડતા જાવ. યાદ રાખો ભજિયા હંમેશા મિડિયમ આંચ પર જ તળવા જોઈએ જેથી લોટ અંદરથી કાચો ન રહી જાય અને ભજિયાની સોફ્ટનેસ પણ જળવાઈ રહે.

ક્યાં સુધી તળવા ભજિયા?

ભજિયા બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન રંગના થઈ જાય ત્યાં સુધી તેને તળવા જોઈએ. ગરમાગરમ ભજિયાને ગ્રીન ચટણી કે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.


[11:48 AM, 2/3/2018] +91 99251 48301: ગાઠિયાનું શાક :

ચણાના લોટના ગાઠિયા તમે ચા સાથે ઘણી વખત નાસ્તામાં ટ્રાય કર્યા હશે. પરંતુ શુ તમે ક્યારેય ગાઠિયાનું શાક ટેસ્ટ કર્યુ છે. તો ચાલો જોઇએ કેવી રીતે સ્વાદિષ્ટ ગાઠિયાનું શાક બનાવી શકાય. આ શાક બનાવવામાં સહેલું અને ઝડપથી બની જાય છે.

સામગ્રી

2 કપ – ગાઠિયા
2 ચમચી – તેલ
1 ચમચી – જીરૂ
1/2 ચમચી – હળદર
1 ચમચી – લાલ મરચું
1 ચમચી – લસણની પેસ્ટ
1/2 કપ – ટામેટા
1/2 ચમચી – લીલા મરચાં
1/2 કપ – દહીં
1 ચમચી – કોથમીર
સ્વાદાનુસાર – મીઠું

બનાવવાની રીત :

સૌ પ્રથમ એક કઢાઇમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જીરાનો વઘાર થઇ જાય પછી તેમાં હળદર, લાલ મરચું અને દોઢ કપ પાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેમાં લસણની પેસ્ટ , લીલા મરચાં અને ટામેટા ઉમેરો. ટામેટા નરમ થાય એટલે તેમાં દહીં અને મીઠું ઉમેરી બરાબર ઉકળવા દો.. હવે ગેસ બંધ કરી દો. જ્યારે શાક પીરસવાનું હોય તેના થોડા સમય પહેલા તેમાં ગાઠિયા ઉમેરી બરાબર હલાવો. ગાઠિયાનું શાક તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

ભરેલા ભીંડા બટેટા

સામગ્રી ÷  ફોટામાં દેખાય છે એ  બધું ઉપરાંત બટેટા, તેલ, હળદર,મીઠું, ધાણાજીરુ,વરિયાળી અને હીંગ

 ઉપર બધા મસાલા ને અધકચરા વાટી લેવા...( સીંગદાણા ભીંડા ની ચીકાશ દુર કરે છે )      હવે તેમા સૂકા મસાલા મેળવી  ચટણી જેવો ભરવા માટે મસાલો બનાવી,  ધોઈ,લૂછીને  ને કાપા કરેલા ભીંડામા આ મસાલો ભરીને એક પેન મા વઘાર માટે તેલ મુકીને   હિંગ નો વઘાર કરીએ.ભીંડા ને લાળ દુર થાય ત્યા સુધી ધીમા તાપે  ચડવા દઈએ...બીજી તરફ  બટેટા  ની  ચાર ચીરી કરીને તેલ મા ધીમાં તાપે  સોનેરી તળીને ભીંડા મા નાખીને પાચ મિનીટ ચડવા થઈએ.....તો તૈયાર છે...ટેસ્ટી ભીંડા બટેટા....

આ શાક  ભાખરી, પરોઠા   કે  પૂરણપોળી ( વેઢમી )  સાથે  ખાવા ની  ખુબ  જ મજા આવે છે.

હળદર (Haldar) નું શાક

ઘણા વખતથી કેટલા મિત્રો જેની ફરમાઈશ કરી ચુક્યા છે તે ટેસ્ટી વાનગી મહેસાણાની પ્રખ્યાત હળદર (Haldar) આજે રજુ કરીએ છીએ!!

સામગ્રી:

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ,
500 ગ્રામ ટમેટાની અધધકચરી ગ્રેવી,
500-750 ગ્રામ હળદર,
500-750 ગ્રામ લસણ,
500 ગ્રામ ઘી,
500 ગ્રામ દહીં (લસ્સી જેવું),
250 ગ્રામ આદું,
250 ગ્રામ મરચાની પેસ્ટ,
250 ગ્રામ લીલા વટાણા,
200 ગ્રામ કોથમીર,
200-400 ગ્રામ સમારેલ ગોળ,
મીઠુ,
લાલ મરચું,

રીત:

– સૌ પ્રથમ ઘી માં હળદર લાલાશ થાય ત્યાંસુધી સાંતળી લેવી(બળી ન થાય તેનુ ધ્યાન રાખવું.)
– પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.
– પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી.
ઘી છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દહી મરચાની પેસ્ટ ઉમેરવી.
– પછી જરૂર મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરવું.
– પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
– છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
– કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું.
તો તૈયાર છે હળદર.
– કોઈ પણ લોટના રોટલા જોડે સર્વ કરવું.

નોંધ:

– નાના-મોટા કુલ 20 વ્યક્તિ માટે આ રેસિપી છે.
– વધારે પડતો આ હળદર બનવાનો પ્રોગ્રામ વાડીએ થતો હોય છે, વાસણ વધારે પડતાં પીળા થઈ જાય છે તયારેે ધ્યાન રહે કે કામવાળા ભાઈ બેન રજા પર ન હોય, નહિતર જેટલી શક્તિ હળદર ખાવાથી મળશે તેનાથી ત્રણ ગણી વાસણ સાફ કરવામાં જતી રહેશે.

આથેલાં મરચાં

શિયાળા માં આથેલાં મરચાં વિનાની થાળી એક ગુજરાતી માટે અધૂરી જ ગણાય. દરેક ના ઘર માં બનતા કે બહાર થી લઇ ને ખવાતા વઢવાની આથેલા મરચાં ની રેસિપી લઈ ને આજે આવ્યો છું.
મરચાં ખાલી સ્વાદ માટે ન ખાતા આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે.
મરચાં માં પણ વિટામીન હોય છે અને તે પાચન માં ખૂબ ફાયદો કરે છે. તે દુખાવા માટે પણ લાભદાયક છે. લીલા મરચાં માં વિટામીન C પણ હોય છે. સ્વાદ માં ઉત્તમ અને સ્વાસ્થય માટે પણ ગુણકારી છે જો એને માપ માં લેવામાં આવે તો.

300 ગ્રામ ધોઈ ને કોરા કરેલા વઢવાની મરચાં,
1 ચમચી મીઠું ( આથેલા મરચાં માં થોડું વધુ મીઠું હોય તેથી રૂટિન કરતા થોડું વધુ ઉમેરો.),
1/4 ચમચી હળદર,
ચપટી હિંગ,
2 ચમચી તેલ,
1 ચમચી રાઈ ના કુરિયા,
1/4 ચમચી મેથી ના કુરિયા,
1 લીંબુ ( તમને ઓછું ખાટું પસંદ હોય તો અડધું જ ઉમેરો),

રીત:-

સૌ પ્રથમ મરચાં ને તેના ડીંટીયા સહિત જ ધોઈ ને કોરા કરી લો.


પછી તેમાં ઉભો કાપો મૂકી બધા મરચાં તૈયાર કરો.

હવે બેઉ કુરિયા ને અધકચરા મિક્સર માં ક્રશ કરી લો. જેથી ખાવા ના ટાઈમે કુરિયા નો અતિ ટેસ્ટ ના આવે અને એ મરચાં માં બરાબર મિક્સ થઈ જાય.


ઉપર થી મીઠું , હિંગ, હળદર, બેઉ અડધા ક્રશ કરેલા કુરિયાં અને તેલ ઉમેરી ને મિક્સ કરો.


આ મરચાં ને 12-15 કલાક બહાર રેહવા દો.( આવું કરવાથી મરચાં સોફ્ટ થશે અને બધા માં મસાલો બરાબર ચડી જશે.)

બસ હવે લીંબુ ઉમેરી બરાબર મિક્સ કરી ને 2-3 કલાક બહાર રાખી. એર ટાઇટ ડબ્બામાં સ્ટોર કરી ફ્રીઝ માં મૂકી દો.

આ રીત થી મરચાં બનાવાથી એનો કલર અને ટેસ્ટ એવો રહેશે.
આ મરચાં ને કોઈ પણ ડીશ જોડે ખાઈ શકો છો.

શિયાળો પૂરો થાય પહેલા એકવાર જરૂર થી બનાવો.

નોંધ:-

મરચાં ની પસંદગી પણ જરૂરી છે જે કુણા હોય એવા મરચાં પસંદ કરવા.
મીઠું અતિશય ના ઉમેરવું. જેથી એનો સ્વાદ જળવાય રહે.
એકલા રાય ના કુરિયા ના ખાતા મેથી ના કુરિયા ઉમેરવા થી તે વધુ ગુણકારી થઇ જાય છે.
તેલ એનો કલર અને crunchiness જાળવી રાખે છે.

તમને ગમતી અને સારી રીતે આવડતી ડીશ કોમેન્ટમાં શેર કરશો જેથી અમે એને લોકો સુંધી પહોચાડી શકીએ... 


Monday, January 22, 2018

મહત્વનું શું ??? ભણતર કે ગણતર....

લગભગ સત્તર વર્ષ જેટલો સમય રામપુરા અને નદીશાળા ના ક્લસ્ટર રિસોર્સ સેન્ટરમાં  કૉ ઓર્ડીનેટર તરીકે કામ કરતા સમયે વર્ગખંડ શિક્ષણ અંગે ઘણા અનુભવો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે થયેલાં. અનુભવોએ ઘણું શીખવ્યું. કાંત્રોડી શાળામાં છેલ્લાં એક વર્ષ થી ધોરણ ૫ થી ૭ ના વર્ગ શિક્ષક તરીકે કામ કરવાનું સદભાગ્ય સાંપડ્યું.
વિદ્યાર્થીઓને માત્ર લેકચર મેથડ થી કાઈ પણ ભણાવવું અશક્ય છે. આથી જ મેં વધારે સમય પ્રોજેક્ટ અને પ્રવૃત્તિઓને આપ્યો. આમ પણ સીધા વર્ગખંડ ના અનુભવ ને લગભગ ૧૭ વર્ષ થયેલ અને ધોરણ ૫ થી ૭ ના વિદ્યાર્થીઓ સમજી શકે એ ભાષામાં વાત કરવી શરૂઆત માં અઘરું લાગેલ. આ સમયે ગીતો, વાર્તાઓ, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ મારા માટે ઉપયોગી નીવડેલ. આમ પણ વિદ્યાર્થીઓને બેંચ પર બેસીને ભણવા કરતાં મસ્ત બની ગણવું વધારે વ્હાલું હોય છે. વિદ્યાર્થીઓને રેતી, માટી ખુન્દવામાં અનેરી મજા આવે. અમારા નાનકડા મેદાનમાં પાણી ભરાઈ જતું હોવાથી ગ્રામજનોના સહકાર થી રેતી-માટીનું તાજું પુરાણ કરાવેલ. અમે વિદ્યાર્થીઓને જુદા જુદા વિભાગ આપી એમને ગમતું ગામ બાંધવા કામ આપ્યું. આ માટે શાળાના તમામ વિદ્યાર્થીઓ એકઠા થયા, ગામની જરૂરિયાતો નક્કી થઇ અને મહોલ્લા, ઘર, મંદિર, ગ્રામ પંચાયત, શાળા વિગેરે કયા સ્થળે, કેવી રીતે અને શું-શું રાખવું એ કાગળ પર નક્કી થયું. બીજા દિવસે સીધું પ્રાયોગિક કામ શરુ કરવામાં આવ્યું. પ્રવૃત્તિ માટે ફાળવેલ સમયે વિદ્યાર્થીઓના સપનાનું ગામ નિર્માણ કરવાનું શરુ કર્યુ. રીશેસના સમયનો પણ વિદ્યાર્થીઓ આ કાર્ય માટે જ ઉપયોગ કરતાં. સરળ લાગતી આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓમાં ઘણા ગુણ કેળવે છે...જે એક શિક્ષક અથવા શિક્ષણ પ્રક્રિયા સાથે સંકળાયેલ વધારે સારી રીતે સમજી શકે છે. ક્યારેક આવી પ્રવૃત્તિઓ દ્વારા થતાં ફાયદા અંગે ચર્ચા કરીશું. અહી કેટલીક વિડીયો અને ફોટોગ્રાફ્સ અમારી શાળાના વિવિધ પ્રયોગોની જાણકારી અંગે....

આપનો અભિપ્રાય અમને વધારે પ્રોત્સાહન અને પ્રેરણા આપશે....

Sunday, April 23, 2017

I am Sure, You will miss Me...

I am Sure, You will miss Me....


એ દિવસે રાત્રે હું ઘરે આવ્યો અને મારી પત્ની માનસી જ્યારે મારું જમવાનું પીરસી રહી હતી, ત્યારે મેં એનો હાથ પકડ્યો અને કહ્યું, ‘મારે તને કશુંક કહેવું છે.’ એ શાંતિથી નીચે બેઠી અને જમવા લાગી. ફરી મેં તેની આંખોમાં જોયું અને મને જાણ થઈ કે મેં ખરેખર એનું મન દુભાવ્યું છે. મને ખબર ન પડી કે હું વાતની શરૂઆત કઈ રીતે કરું, છતાં હું જે વિચારતો હતો એ તો મારે એને કહેવું જ હતું. મેં સ્વસ્થ થઈને શાંતિથી મારી વાત શરુ કરી અને કહ્યું કે : ‘મારે છુટાછેડા જોઈએ છે….’ મારી ધારણાં મુજબ જ આ વાક્ય સંભાળતાં એના મોં પર સંતાપ ન દેખાયો, બલકે એણે નમ્રતાપૂર્વક મને પૂછ્યું, ‘શા માટે ?’ મારી પાસે જવાબ નહોતો...સહેજ મલકાતાં એ બોલી, 'એમ, I am sure, One Day You will Miss me....'

મેં એના પ્રશ્નનો વળતો જવાબ ન આપ્યો. એનો આત્મવિશ્વાસ તો જુઓ, 'I am sure You will miss me...' હું મૌન બની તેની સામે જોવાની હિંમત કર્યા વિના નીચે  જોતો જ રહ્યો. થોડા સમય પછી, છૂટાછેડાની  આ વાતથી તે ખૂબ ગુસ્સે થઈ. બાજુ માં પડેલ લાકડાનો તવેથો એ મારી તરફ ફેંકીને આક્રોશમાં બોલી, ‘માનવ, તું તો માણસ જ નથી….’ તે રાત્રે અમે બન્નેએ એકબીજા જોડે વાત ન કરી. તે રડતી હતી. મને ખ્યાલ હતો કે એને એ જાણવું હતું કે અમારા વૈવાહિક જીવનને થઈ શું ગયું છે ? પરંતુ હું એને સંતોષકારક જવાબ ના આપી શક્યો. હું પરીવારની ગરીબાઈ માંથી બહાર લાવવા સતત નોકરી અને ધંધામાં વ્યસ્ત રહેતો. મારા બહાર રહેવાના કારણે માનસી કોઈ કારણ વિના વહેમ રાખતી અને મારી સાથે ઝગડ્યે કરતી. હમેશ તે કહેતી, મારે તારો સમય જોઈએ, સંપત્તિ નહિ. મારી મનોસ્થિતિ સતત ત્રસ્ત રહેતી. સમય ની માંગણી સાથે શરુ થતાં ઝગડા અબોલા સાથે સુઈ જવાથી થોડો સમય શાંત થતાં. રોજના ઘરના ઝગડા અને મારે ફરજીયાત બહાર રહેવાના કારણે મારી અને માનસી વચ્ચે અંતર વધતું ગયું અને મારી સહકર્મી મીરા મારી નજીક આવતી ગઈ. મારું હૃદય હવે ‘મીરા’  માટે ધડકતું હતું એવું લાગતું. મીરા મને 'માનવ' બદલે 'માધવ' કહેતી. મીરા કહેતી કે ભલે સતયુગમાં માધવ મીરાનો ના થઇ શક્યો હોય પરંતુ આ જનમમાં માધવ જરૂરથી  મીરાનો  થશે જ.... હું મારી પત્નીને પ્રેમ કરું છું કે નહિ એ મારા માટે વિમાસણ બનતી ગઈ. મને એના માટે દયા ઉપજતી અને મારા માટે....
છેવટે અપરાધની અત્યંત લાગણી સાથે મેં છૂટાછેડાના દસ્તાવેજો તૈયાર કર્યા અને એમાં નોંધ કરી કે મારી પત્ની માનસીને અમારું મકાન, અમારી ગાડી અને અમારી જમીનમાં 30% નો ભાગ પોતાની માલિકીનો કરી શકશે. મારી પત્નીએ તે દસ્તાવેજો પર એક નજર ફેરવી અને પછી ફાડીને એના ટુકડા કરી દીધા. જે સ્ત્રીએ મારી સાથે એની જિંદગીના દસ વર્ષ વીતાવ્યાં હતાં તે મારી માટે આજે એક અપરીચિત વ્યક્તિ બનીને રહી ગઈ હતી. મને એનો સમય, સહારો અને ઉત્સાહ વ્યય કરવાનો ભારે પછતાવો હતો છતાં મેં જે કહ્યું એ શબ્દો હું પાછા નહોતો લઈ શકતો કારણ કે હું મીરા ને બહુ જ પ્રેમ કરતો હતો. મારી ધારણા મુજબ દસ્તાવેજો ફાડ્યા બાદ મારી પત્ની મારી સામે બહુ જ મોટેથી રડી પડી. મારી માટે એના આંસુએ મારી આઝાદી કે મારા છુટકારાનો સંકેત હતો. છૂટાછેડાની વાતે મારા મન પર છેલ્લા કેટલાક સમયથી કબજો કરી લીધો હતો; એ હવે વધુ દ્રઢ અને સ્પષ્ટ થતી જણાઈ. બીજે દિવસે જ્યારે હું મોડી રાત્રે ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો મારી પત્ની કંઈક લખી રહી હતી. આખો દિવસ પેલી જેન જોડે વિવિધ પ્રસંગોમાં વીતાવ્યા બાદ હું ખૂબ જ થાકી ગયો હતો, તેથી રાત્રી ભોજન કર્યા વગર જ ઊંઘી ગયો. હું વચ્ચે ઉઠ્યો ત્યારે મેં જોયું તો હજુ તે કંઈક લખી રહી હતી. ખેર, મને એની કોઈ પરવા નહોતી એટલે પીઠ ફેરવીને હું સૂઈ ગયો.
સવારે એણે અમારા છૂટાછેડા માટે અમુક શરતો મારી સમક્ષ મૂકી. એને મારી જોડેથી કશું જોઈતું નહોતું પણ એને છૂટાછેડા પહેલા એક મહિનાની નોટીસ જોઈતી હતી. એણે એવી વિનંતી કરી કે એક મહિના દરમ્યાન અમે બન્ને એક સરળ વૈવાહિક જીવન જીવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીએ. એની આ શરતો માટેના કારણો બહુ સરળ હતા કારણ કે અમારા પુત્ર હર્ષ ને એક મહિનાના સમયગાળામાં પરીક્ષાઓ હતી અને અમારા છૂટાછેડાને લીધે એના અભ્યાસમાં કોઈ બાધા આવે એવું તે ઈચ્છતી નહોતી. આ શરત મને મંજૂર હતી. પરંતુ એણે કેટલીક અન્ય શરતો પણ મૂકી હતી. એ ઈચ્છતી હતી કે હું એ સમય યાદ કરું જ્યારે મેં અમારા લગ્નના દિવસે તેને ઊંચકી હતી એને અમારા શયનખંડમાં તેને લઈ ગયો હતો. એણે એવી વિનંતી કરી કે હું એને આ એક મહિના દરમ્યાન રોજ સવારે અમારા શયનખંડથી અમારા ઘરની મુખ્ય ઓરડીના દરવાજા સુધી ઊંચકીને લઇ જઉં ! શરત વાંચીને મને એમ થયું કે આ હવે ગાંડી બની ગઈ લાગે છે ! પણ અમારા સાથે રહેવાના માત્ર છેલ્લા દિવસોને સહન કરી શકાય એવા બનાવવા ખાતર મેં તેની આ વિચિત્ર માંગ પણ સ્વીકારી લીધી… ખાનગીમાં મેં મીરા ને પત્નીના છૂટાછેડાની શરતો વિશે વાત કરી ત્યારે તે આ વાહિયાત વાતો સાંભળીને હસી પડી. તેણે ધિક્કારપૂર્વક કહ્યું : ‘તારી પત્ની ભલે ગમે તે તર્ક અપનાવે પરંતુ એણે આ છૂટાછેડાનો સામનો તો કરવો જ પડશે…’
મેં જ્યારથી અમારા છૂટાછેડા વિશે મારી પત્નીને સ્પષ્ટ વાત કરી ત્યારથી અમારા બન્ને વચ્ચે કોઈ જ શારીરિક સંબંધ નહોતો. તેથી શરત પ્રમાણે પ્રથમ દિવસે જ્યારે મેં એને ઊંચકી ત્યારે અમને બન્નેને બહુ અતડું લાગ્યું. અમારો દીકરો તો અમારી પાછળ તાળીઓ પાડતો ખુશીથી કહેતો હતો કે : ‘આજે ડેડીએ મમ્મીને એમના હાથોમાં ઊંચકી છે……’ એના આ શબ્દોથી મને વેદના થઈ. શયનખંડથી મુખ્યખંડમાં અને તે પછી દરવાજા સુધી – એમ દસ મીટર કરતાં પણ થોડું વધુ અંતર મેં એને મારા હાથમાં લઈને કાપ્યું. એણે એની આંખો બંધ કરી અને મને એકદમ નમ્રતાપૂર્વક કહ્યું : ‘આપણા પુત્રને આપણા છૂટાછેડા વિશે વાત ન કરતાં.’ થોડા દુઃખ સાથે મેં હકારમાં માથું ધૂણાવ્યું. મેં એને દરવાજાની બહાર હાથમાંથી નીચે ઉતારી. તે કામ પર જવા બસની રાહ જોઈને ઊભી રહી અને હું કારમાં મારી ઑફીસે જવા રવાના થયો.
એ પછી બીજા દિવસે તો અમે બહુ સહજતાથી વર્તી શક્યા. તેણે મારી છાતી પર ટેકો લીધો. મને એના વસ્ત્રોમાંથી આવતી સુવાસનો અનુભવ થયો. મને એ સમજાયું કે આ સ્ત્રીને મેં છેલ્લાં ઘણા સમયથી ધ્યાનથી જોઈ પણ નથી. મને એ પણ સમજાયું કે તે હવે યુવાન નથી રહી. તેના મોં પર નાની કરચલીઓ છે અને એના વાળ પણ સફેદ થઈ રહ્યા છે. અમારા વૈવાહિક જીવને જાણે એના જોડેથી કર વસુલવાનું શરુ કર્યું હતું. એક ક્ષણ માટે તો હું વિસ્મયમાં મુકાઈ ગયો કે મેં આની જોડે શું કરી દીધું છે ! ચોથા દિવસે મેં જ્યારે એને ઊંચકી ત્યારે અમે ફરી નિકટ થઈ રહ્યાં હોઈએ એવું મને લાગવા માંડ્યું. આ એ જ સ્ત્રી હતી જેણે એની જિંદગીના દસ અણમોલ વર્ષ મને સમર્પિત કર્યા હતાં. પાંચમાં અને છઠ્ઠા દિવસે મને એહસાસ થયો કે અમારી નિકટતા વધી રહી હતી. મેં મીરા ને આ વાતની જાણ ના કરી. જેમ જેમ મહિનો વીતતો ગયો એમ એમ એને ઊંચકવું મારે માટે સહેલું થતું ગયું. કદાચ આ રોજની કસરત મને મજબુત બનાવી રહી હતી ! હું જયારે એને તેડીને બહાર લઇ જતો, તે ગીત ગુણગુણાવવાનું શરુ કરતી, 'તુમ મુઝે યું ભૂલા ન પાઓગે....' અને હું એની સામે દયા ખાતો જોઈ રહેતો....
એક સવારે તે અમુક વસ્ત્રો પસંદ કરી રહી હતી. તેણે અમુક પહેરીને માપી જોયાં પરંતુ બરાબર ફીટ બેસે તેવા એકેય કપડાં નહોતાં. નિસાસો નાખતાં તે બોલી : ‘મારા બધા વસ્ત્રો માપ કરતાં મોટા થઈ ગયા છે.’ ત્યારે અચાનક મને એહસાસ થયો કે તે કેટલી બધી પાતળી થઇ ગઈ છે. કદાચ એટલે જ હું એને સહેલાઈથી ઊંચકી શકતો હતો. મનોમન મને થયું કે અરેરે… એણે પોતાના દિલની અંદર કેટલી કડવાશ અને દર્દ છુપાવી રાખ્યાં હશે. હું એની નજીક ગયો અને તેના મસ્તકનો સ્પર્શ કર્યો. બરાબર તે જ સમયે દીકરો અંદર આવ્યો અને કહ્યું : ‘ડેડ, મમ્મીને ઊંચકીને બહાર લઈ જવાનો સમય થઇ ગયો છે….’ એની માટે તો એના ડેડી રોજ એની મમ્મીને ઊંચકીને બહાર લઈ જાય એ એની જિંદગીનો જાણે એક અનિવાર્ય ભાગ બની ગયો હતો ! મારી પત્નીએ દીકરાને ઈશારાથી નજીક બોલાવ્યો અને એને હૃદય સરસો ચાંપી લીધો. મેં મારું મોં બીજી તરફ ફેરવી લીધું કારણ કે મને ભય હતો કે ક્યાંક છેલ્લી ઘડીએ હું મારું મનનાં બદલી દઉં ! પછી મેં તેને રાબેતા મુજબ મારા હાથોમાં ઊંચકી એને શયનખંડમાંથી મુખ્ય ખંડ અને પછી મુખ્યખંડના દરવાજા સુધી એને લઈ ગયો. એના હાથ મારા ગળા ફરતે એકદમ નાજુક રીતે વીંટળાયેલા હતાં. મેં એનું શરીર એકદમ સજ્જડ રીતે પકડી રાખ્યું હતું. બરાબર એ જ રીતે જે રીતે અમારા લગ્નના દિવસે પકડ્યું હતું. પરંતુ એના આટલા ઓછા વજનને લીધે હું દુઃખી હતો. મને થતું કે શું કામ એ જીવ બાળતી હશે ?
છેલ્લે દિવસે જ્યારે મેં એને મારા હાથમાં ઊંચકી ત્યારે હું એક કદમ પણ આગળ ન વધી શક્યો. દીકરો એ સમયે નિશાળે ગયો હતો. મેં એને એકદમ સજ્જડ રીતે પકડીને કહ્યું, ‘મને એવી ખબર પડી ગઈ છે કે આપણી જિંદગીમાં નિકટતાનો અભાવ હતો….રુપીયા પાછળ મારી આંધળી દોટ, મારા સતત બહાર રહેવાના કારણે તારા તરફથી મારા પર વધતો અવિશ્વાસ અને તારા માવતરનો મારા અને મારા પરીવાર  માટે તિરસ્કૃત ભાવ હોઇ મારા અણગમા છતાં તારો મારી કે મારા માતા પિતા કરતાં  એમની સાથે અત્યંત નિકટતમ વ્યવહારના કારણે મને તારા થી દૂર અને મારી સાથે કામ કરતી મીરાની નજીક લાવતો ગયો અને....સહેજ અટકી આત્મ વિશ્વાસ સાથે મેં એને કહ્યું, ખરેખર હું તને ભૂલી શકતો નથી. મને મારી ભૂલ સમજાઈ, હું તને કેવી રીતે ભૂલી શકું ? હું તને કેવી રીતે છોડી શકું ?' એ પછી હું કાર લઈને ઓફીસ ગયો. કારને લોક કર્યા વગર એમાંથી ઝડપભેર કૂદકો માર્યો કારણ કે મને એ ભય હતો કે કોઈપણ પ્રકારનો વિલંબ મારો વિચાર બદલી દેશે. હું સીડીઓ ચઢીને ઉપર ગયો. મીરા એ દરવાજો ઉઘાડ્યો અને મેં એને કહ્યું :

‘સોરી મીરા, મારે હવે છૂટાછેડા નથી જોઈતા…’

તેણે મારી સામે આશ્ચર્યપૂર્વક જોયું અને પછી મારા કપાળ પર હાથ ફેરવ્યો : ‘તને તાવ તો નથી આવ્યો ને ?’

મેં એનો હાથ મારા કપાળ પરથી હટાવ્યો.

‘સોરી મીરા….’ મેં કહ્યું, ‘હું છુટાછેડાં નહીં લઉં. ખાસ તો મારું વૈવાહિક જીવન એટલે નીરસ હતું કારણ કે અમે અમારી જિંદગીના મૂલ્યોની કિંમત સમજતા નહોતાં. મારો સમય અને વ્હાલ મેળવવા પત્ની ઝગડતી જેને હું તેનો કંકાસીયો સ્વભાવ માની બેઠેલ.  એની કેટલીક ભૂલો હતી પરંતુ એટલી મોટી તો નહી જ કે હું તેને આમ સાવ તરછોડુ. હકીકતે એવું નથી કે અમે એકબીજાને પ્રેમ નહોતા કરતાં. અમારા વચ્ચે અખૂટ પ્રેમ તો હતો જ પરંતુ સમયને કારણે અમારી પ્રાયોરીટી બદલાયેલ. માનવની જરુરીયાત માનસી સમજી ના શકી અને મીરા એ માનવને માધવ બનાવો દીધો....આજે ફરી માધવ એક પામર માનવ બની ગયો.... હવે મને એહસાસ થાય છે કે જ્યારથી અમારા લગ્નના દિવસે હું એને મારી ઘરે લઈ ગયો હતો ત્યારથી અમારું મૃત્યુ અમને અલગ ન કરે ત્યાં સુધી મારે એને સાથ આપવાનો જ હોય.’ મારી વાત સાંભળીને જેન જાણે અચાનક નિંદ્રામાંથી ઉઠી હોય એમ આવાક થઇ ગઈ અને મને જોરથી એક તમાચો માર્યો અને પછી એટલા જ જોરથી દરવાજો બંધ કરીને ચોધાર આંસુએ રડી પડી.  'માધવ આજે પણ મીરા ને છોડીને જતો રહેશે ?? મીરા નું એ વાક્ય, આજે પણ મને પ્રાયશ્ચિત કરાવે છે. હું સીડીઓ ઊતરીને નીચે ગયો અને પછી કાર લઈને નીકળી ગયો.

રસ્તામાં એક ફૂલોની દુકાનમાંથી મેં મારી પત્ની માનસી માટે ગુલદસ્તો ખરીદ્યો. દુકાનદારે મને કાર્ડમાં કંઈક લખવા વિશે પૂછ્યું. મેં સ્મિત કર્યું અને લખ્યું, ‘ વ્હાલી 'પત્નીકા',  મોત આપણને અલગ ન કરી દે ત્યાર સુધી હું દરરોજ સવારે તને ઊંચકીશ….’ તે સાંજે હું ઘરે આવ્યો. મારા હાથોમાં ગુલદસ્તો અને મુખ પરની મુસ્કાન સાથે હું સીડી ચઢી ઉપર મારી પત્નીને મળવા ગયો…. માનસી અને હર્ષને પલંગમાં સુતા જોયા. મેં હર્ષને ખલેલ ન પહોંચે એ રીતે માનસીને જગાડવા પ્રયત્ન કર્યો પણ એ સમયે એણે એના દેહનો સાથ છોડી દીધો હતો....હા માનવને મૂકીને માનસી કાયમ માટે અનંત યાત્રાએ ચાલી નીકળેલ જે ક્યારેય પાછી આવશે એની શક્યતા પણ ના રહેવા દિધી. મારા હૃદય ની વેદના અવર્ણનીય હતી. મારી નજર તરત બાજુમાં સુતેલા હર્ષ પર પડી અને આંખમાં આંસુ ટપકવા લાગ્યાં...
એ પછી મને ખબર પડી, કે માનસી 'મારી પત્ની' છેલ્લા અમુક મહિનાઓથી કેન્સરથી પીડાતી હતી. મને દુઃખ ન થાય એથી એને આ વાત છુપાવેલ, અને હું ઘર - પરિવાર થી એટલો દુર જતો રહેલ કે મને એ પણ ખબર ન રહેલ કે મારી પત્ની કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાય છે.  તેનું વજન ઘટતું જતું હતું. પરંતુ હું તો મારી જાતને મીરાનો મોહન સમજી મીરા સાથે એટલો વ્યસ્ત હતો કે મેં અર્થાત આ માનવે એની માનસીની  કોઈ નોંધ જ લીધી નહોતી. એને ખબર હતી કે તે જલ્દી જ આ સંસાર ત્યજી દેશે, કદાચ એટલે જ એ  મારી સાથે મહત્તમ રહેવા  ઝઘડતી હશે....એને મારો સમય જોઇતો હતો જ્યારે મારે સંપત્તિ. મારા દીકરા સામે મારી કહેવાતી છાપ ખરાબ ન થાય એટલે તેણે છૂટાછેડાની વાત આગળ ન ધપાવી. કમસેકમ હું મારા પુત્રની સમક્ષ એની આંખોમાં એક પ્રેમાળ પતિ તરીકે રહી શકું તેથી તેણે આમ કર્યું. આજે પણ એના શબ્દો અને આત્મવિશ્વાસ ને હું અનુભવી રહ્યો છું, I am sure, you will miss me.' Yes, I miss her.... at each and every breath. કઠપૂતળી ની જેમ રમાડનાર પરમાત્મા ને શું કહેવું એજ સમજાતું નથી. એ રમાડ્યે રાખે એમ જ આપણે રમતાં રહેવાનું ???

ખરેખર તો આપણા જીવનની સુક્ષ્મ બાબતો જ આપણા જીવનમાં સૌથી અગત્યની હોય છે. એ નથી હવેલી, નથી ગાડીઓ, નથી મિલકત કે નથી બેંકમાં જમા કરેલાં આપણા નાણાં. આ બધી ભૌતિક વસ્તુઓ ખુશીઓનું કારણ બની શકે પરંતુ એ પોતે તો ખુશીઓ ન જ આપી શકે. એટલે તમારા જીવનસાથીના મિત્ર બનવા માટે સમય ફાળવો અને એકબીજા માટે એ તમામ નાની ઝીણી-ઝીણી વસ્તુઓ કરો કે જેનાથી તમારી નિકટતા વધી શકે. જયારે જયારે લગ્ન તૂટવાના કારણો જાણવા પ્રયત્ન કરીએ ત્યારે એક જ કારણ મળશે, 'બંને તરફથી અક્કડ વલણ....આપણે એ નથી વિચારતા કે આપણા માટે એ માત્ર ડિવોર્સ હોઈ શકે પરંતુ આપણા બાળક માટે ??? ન છુટકે લીધેલ છૂટાછેડામાં જો સ્ત્રી સંતાન ને પોતાની સાથે લઇ જાય અને બીજે લગ્ન કરી લે તો બાળકને માતા અને પિતાનો પ્રેમ મળે પરંતુ જો બાળક પિતા પાસે રહી જાય અને પિતા ફરી બીજે લગ્ન સંબંધ બાંધે તો ક્યારેક બાળક ને માત્ર પિતાનો જ પ્રેમ મળે છે   માતાનો પ્રેમ બહુ  ઓછો મળે. કહેવાય છે કે 'અપર માતા' હોય, પિતા નહિ... જેના જન્મને વધાવવા મીઠાઈ વહેચી હોય એના જીવનને નર્કાગાર બનાવવાનો કે એના જીવનને વિદ્રોહી બનાવવાનો આપણને અધિકાર ખરો ?? સ્ત્રી પુરુષ જયારે ડિવોર્સ લઇ બીજા સાથે લગ્નગ્રંથી થી જોડાય છે ત્યારે એ પોતાના સંતાન વિષે વિચારે છે ? પોતાની સાથે રહેનાર સંતાન ને નવા જીવનસાથી જીવથી વધારે વ્હાલ અને હૈયાથી વધારે હેત આપશે ? વિચારવા જેવું.... આવો અપરાધ શા માટે ? આ પ્રશ્ન જાતને પુછવા જેવો. ડિવોર્સ ની પરિસ્થિતિના નિર્માણ સમયે કોઈ એકે તો નરમ બની રસ્તો નીકળવો જ રહ્યો....અથવા પોતાના અને સાથે રહેનાર સંતાનના  જીવનને અંધકારમય બનાવવાનો સમય આવે. જે માતા પિતા દિકરી ના લગ્ન પછી એના પરીવાર માં બિન જરુરી ચંચુપાત  રાખે એ દિકરીના દુશ્મન જ કહેવાય. કદાચ આથી જ ભારતીય સંસ્કૃતિ માં દિકરી ના ઘરે માતા પિતા કે મોટા સભ્યો પાણી પણ પીવા નું પસંદ કરતાં નહી....એને પાપ માનતા અને આજે દિકરાના મા બાપ જુદા રહે અને વહુ સાથે 'ઘર સાસરીયા' પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે  સાથે આવે.... 'ઘર જમાઇ' પ્રથા બંધ થયા પછી 'ઘર સાસરીયા'  પ્રથા દિકરીનું ઘર ઉજાળ નાર બની શકે છે. આવી વૃત્તિ વાળા માતા પિતાએ વિચારવું રહ્યું કે પોતાની દિકરી ના પરીવારમાં તેઓ આગ લગાવવાનું કામ તો કરતાં નથી ને...?

નીતીસરા ને જાણો છો ને...??.'કાર્યેસુ દાસી, કર્મેસુ મંત્રી, ભોજેસુ માતા, શયનેસુ રંભા, રુપેસુ લક્ષ્મી, ક્ષમયેસુ ધરતી, સતધર્મયુક્તા, કુલધર્મ પત્ની....' આ ગુણ ધરાવતી સ્ત્રીનું લગ્નજીવન ક્યારેય દુ:ખદ ન બને...આવીજ બાબતો પુરુષને પણ લાગુ પડે છે.

 ખરા અર્થમાં ખુશખુશાલ વૈવાહિક જીવનની આપને શુભકામનાઓ ! આપના જીવન સાથી જ આપના સાચા મિત્ર, માર્ગદર્શક બને એવી શુભેત્છાઓ....
Monday, April 3, 2017

With Innovative Students, Teachers and Team Charlotte...

નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન- નવી દિલ્હી અને સૃષ્ટી- અમદાવાદ દ્વારા ભારતના જુદાજુદા રાજ્યમાં શોધયાત્રા દ્વારા અબાલ વૃદ્ધને દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે ઇગ્નાઈટ અને NIF એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે તારીખ ૪ થી ૭ માર્ચ ૨૦૧૭ દરમિયાન મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીની ઉપસ્થિતિ માં પોતાના રોજીંદા જીવનમાં નવતર પ્રયોગો હાથ ધરી સમાજ ને ઉપયોગી થનાર વિદ્યાર્થીઓ અને વડીલો નું સન્માન કરવામાં આવ્યું. 
દેશભરમાંથી ૭૦ જેટલાં ઇનોવેટીવ સ્ટુડન્ટ અને તેમના શિક્ષકને પણ બે દિવસ વિશેષ દૃષ્ટિકોણ ખીલે અને એક બીજાના વિચારોની આપલે કરી શકે એ હેતુ થી બોલાવવામાં આવેલ. અમેરિકા સ્થિત ગુજરાતી સમાજ શાર્લોટ્ટ પણ ગુજરાતમાં ચાલતી ઇનોવેટીવ એક્ટીવીટીસ સાથે સંકળાયેલ છે. સમયાંતરે ગુજરાતી સમાજ શાર્લોટ્ટ ગુજરાતમાંથી અનુભવી અને પ્રવૃત્તિશાળી વ્યક્તિઓને શાર્લોટ ખાતે આઈડિયા એક્ષ્ચેન્જ માટે આમંત્રીત કરે છે. ગુજરાતી સમાજ શાર્લોટ્ટ ના પ્રતિનિધિ તરીકે શાર્લોટ થી શ્રી નીમેશભાઈ ભટ્ટ  પણ આ વર્કશોપ અને એવોર્ડ સમારંભમાં સૃષ્ટી અને નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના આમંત્રણ ને સન્માન આપી  ઉપસ્થિત રહેલ. શ્રી નીમેશભાઈ ભટ્ટ દ્વારા ગુજરાતના ઇનોવેટીવ એક્ટીવીટી સાથે સંકળાયેલ સભ્યો સાથે અમેરિકા અને ગુજરાતના જોડાણ, શાર્લોટ, અમેરીકા ખાતે Integra Wellness Center ના ડૉ અમિતભાઈ શાહ દ્વારા ગુજરાત- શાર્લોટ જોડાણ માટે અપાયેલ વિચાર 'સોઉલ ટુ સોઇલ' કાર્ય વિષે વિસ્તૃત ચર્ચા કરી શાર્લોટમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતગાર કર્યા. સમયની જરૂરિયાતને ધ્યાને લઇ 'આઈડિયા એક્ષ્ચેન્જ' અને 'બ્રેઈન એક્ષ્ચેન્જ' કાર્ય કેવી રીતે કરવું એ અંગે સવિશેષ ચર્ચા કરાઈ. કેટલાંક કામો પર આયોજન હાથ ધરવા પણ વિચારવામાં આવ્યું. ગુજરાતી સમાજ શાર્લોટ્ટ ગુજરાતના વિકાસમાં પરોક્ષ રીતે મદદરૂપ થઇ રહ્યું છે. હવે પ્રત્યક્ષ રીતે મદદ કરવાનો સમય આવી ગયો છે એ માટે ટીમ ગુજરાતે ચર્ચા કરી જણાવ્યું. રાષ્ટ્રપતિ ભવન ખાતે ' ઇનોવેટીવ પ્રેકટીસ કરનાર ના સન્માન સમારંભ અને આઈડિયા એક્ષ્ચેન્જ' આ માટે  કામગીરીમાં એક્ષ્પર્ટ તરીકે કામ કરવાની સોનેરી તક મેળવેલ તજજ્ઞશ્રીઓનો પરિચય....
ટીમ સૃષ્ટી અને એન.આઈ.એફ દ્વારા ભારતમાંથી શિક્ષક તરીકે અમને ત્રણ શિક્ષક અને બે ઇનોવેટરને  એક્ષ્પર્ટ તરીકેની  કામગીરીમાં સહભાગી બનાવવામાં આવેલ.
ચેતનભાઈ પટેલ: કન્વીનર સૃષ્ટી, અમદાવાદ
ચેતનભાઈ પટેલ સૃષ્ટી સંસ્થામાં શોધયાત્રા અને ઇગ્નાઈટ એવોર્ડ તેમજ ઇનોવેશન શાખાના કન્વીનર છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં રોજ ૨૦ - ૨૫ કિલોમીટર ચાલીને ગ્રામ્ય વિસ્તારોમાંથી છેલ્લાં છ વર્ષો થી  શોધકો શોધવાનું કામ કરવાનું આયોજન કરી રહ્યા છે. આ માટે તેઓ IIM કે અન્ય સંસ્થાના વિદ્યાર્થીઓ, યુવાનો ને સાથે રાખી મુલાકાત લઇ સાચા વ્યક્તિઓને એમની શોધ સમાજ સુંધી પહોંચાડવાનું અને પેટર્ન આપવાની પ્રક્રિયામાં જોડાયેલા છે.
ડૉ ભાવેશભાઈ પંડ્યા : શિક્ષક, બનાસકાંઠા
ડૉ ભાવેશભાઈ પંડ્યા બાળ વાર્તાકાર પ્રવૃત્તિ લક્ષી  શિક્ષણમાં માહિર છે. તેઓએ ૧૫૦૦ જેટલી જોડાક્ષર વગરની વાર્તાઓ, અને ૧૨૦૦ જેટલાં કાવ્યો-બાળગીતો લખેલ છે. આ કામ માટે તેઓને 'ધી ગીનેશ બુક ઓફ રેકોર્ડ,  લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશીયા બુક ઓફ રેકોર્ડ, કેસ્મે એવોર્ડ' વિગેરેથી સન્માનિત કરવામાં આવ્યા છે. ધ ઓક્ષ્ફર્ડ યુનીવર્સીટી દ્વારા તેઓને ડોક્ટર તરીકે માનદ પદવી આપી સન્માનવામાં આવેલ છે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો ૧ થી ૪ ભાષા, ૫ થી ૧૦ સામાજિક વિજ્ઞાન ના લેખક તરીકે તેમજ શિક્ષક તાલીમી સાહિત્ય નિર્માણ પ્રક્રિયા સાથે જોડાયેલ છે. આઇઆઇએમ અને  સૃષ્ટી સાથે ઇગ્નાઈટ એવોર્ડ પસંદગી સમીતીમાં તેઓ સભ્ય પણ છે.
કેતન ઠાકર , શિક્ષક, અમદાવાદ જીલ્લો
કેતનભાઈ ઠાકર નવતર અભિગમ સાથે સંકળાયેલ શિક્ષક છે. કૉ ઓર્ડીનેશન અને પ્લાનિંગ ની કામગીરી સફળતા પૂર્વક કરે છે. ટેકનોલોજીના ઉપયોગ પર ઇનોવેશન માટે આઇઆઇએમ, અમદાવાદ ના ઇનોવેશન શેલ દ્વારા રાજ્ય સરકારે તેમનું ઇનોવેટીવ ટીચર તરીકે સન્માન કરેલ છે. તેઓને શોર્ટ ફિલ્મ, ડોક્યુમેન્ટરી લેખન  માટે GIET (ગુજરાત સરકાર) દ્વારા રાજ્યમાં શ્રેષ્ઠ ટૂંકી બાળફિલ્મ ના લેખન માટે સ્ક્રીપ્ટ લેખક તરીકે સન્માનિત કરવામાં આવેલ છે, કેતનભાઈ ઠાકરે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ધો ૫ થી ૭ અંગ્રેજી પાઠ્યપુસ્તક લેખક/સમિક્ષક તરીકે કામગીરી કરેલ છે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોની તાલીમ માટે શિક્ષક તાલીમી સાહિત્ય નિર્માણ પ્રક્રિયા સાથે જોડાયેલ છે. આઇઆઇએમ અને  સૃષ્ટીમાં નેશનલ ઇનોવેશન કમીટીના કોર ટીમ મેમ્બર છે. તદુપરાંત તેઓ નેચરોપથી અને કુદરતી ઉપચાર અર્થે વનસ્પતિના ઉપયોગ અને કુદરતી જીવન પર સ્વાસ્થ્યની જાળવણી માટે કાર્યરત છે.
શ્રી કનૈયાલાલ પટેલ શિક્ષક, મહેસાણા જીલ્લો
શ્રી કનૈયાલાલ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે સેવા આપે છે. તેઓ શિક્ષક સાથે સાથે સમજમાં યુવાનોને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ માટે ઉમદા કામગીરી કરી રહ્યા છે. રાજ્યમાં ૧૯૦૦૦ જેટલાં યુવા કમાન્ડો સાથે રાજ્ય ભરમાં પર્યાવરણ જતન માટે યુવા ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.
શ્રી હિતેશભાઈ પટેલ, વડોદરા
શ્રી હિતેશભાઈ પટેલ વડોદરા આસપાસની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. નવતર પ્રયોગના પ્રચાર અને પ્રસાર માટે તેઓ સતત કાર્યરત રહે છે. આપણું ગુજરાત વેબસાઈટ દ્વારા તેઓ યુવાનોને ઉપયોગી માહિતી આપી અપડેટ કરતાં રહે છે.
        અમેરીકા ખાતે 'ટીમ શાર્લોટ ગુજરાતી સમાજ' અને શાર્લોટ ની મુલાકાત લઇ તૈયાર થયેલ 'ટીમ ગુજરાત' ના સભ્યો દ્વારા ગુજરાતમાં 'NRI માટે NRI ભવન', ઇનોવેટીવ શિક્ષકો સાથે મળી 'સ્ટુડન્ટ ક્નોવ્લેજ એક્ષ્ચેંજ પ્રોગ્રામ', 'બિઝનેશ ડેવલપમેન્ટ', 'જૈવિક ખેતી માટે આયોજન', 'આયુર્વેદીક ઔષધીય ઉત્પાદન' વિગેરે કામ આગળ વધારવા આયોજન હાથ ધરાયું. શાર્લોટ ગુજરાતી સમાજ ટીમ ગુજરાત સાથે સ્કાઈપ કે અન્ય માધ્યમે સમયાંતરે બેઠક યોજી આયોજન હાથ ધરશે એવું આયોજન નક્કી કરાયું.

        સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ગુજરાતીઓ એ પોતાની આગવી ઓળખ ઉભી કરેલ છે. આગામી સમયમાં અમેરિકા સ્થિત ગુજરાતી સમાજ શાર્લોટ્ટ અને ટીમ ગુજરાત દ્વારા નક્કી કરેલ આયામો સિદ્ધ કરી શકાય એ માટે સુચારુ આયોજન હાથ ધરાય તેવી અપેક્ષા.....
Tuesday, December 20, 2016

દાદીમાનું વૈદુ ....કે ડોશીમાનું વૈદુ ....?વૈદુ...
ઊંટ વૈદુ એ કહેવતમાં જાણીતું. આમ જોઇએતો આવડત વિના કરેલ કામ જેનું પરીણામ અપેક્ષિત હોય તે ઊંટ વૈદુ...એવી જ રીતે દાદીમાનું વૈદુ કે ડોશીમાં નું વૈદુ....અર્થાત રોગનો એવો ઈલાજ જેની તાત્કાલિક અસર ન થાય પરંતુ આડઅસર પણ ન થાય....ભારતીય સંસ્કૃતિમાં આપણા વડવાઓએ વર્ષો સુંધી અમલીકરણ કરી માન્યતા આપેલા ઉપચાર...વિશ્વમાં દરેક દેશમાં પોતાનું વૈદુ હોય. આપણે એ બાબતમાં થોડાં વધુ સમૃદ્ધ છીએ એટલે ઘર ઘર સુંધી રોગના ઈલાજ ની દવા મળી રહે. આપણા શરીરની રચના અને કુદરતમાં કુદરતે કરેલ નિર્માણનો સંયોગ એટલે વૈધુ. vaઇધુ કોઈ પણ નું હોય દાદીમાનું કે ડોશીમાનું,,,,વૈદુ વૈદુ જ કહેવાય... આપણે જાણીએ છીએ એ મુજબ આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે. આ પંચમહાભૂત એટલે આપણી આસપાસ નું પર્યાવરણ જ ને ? જો અંતે પંચમહાભૂતમાં જ ભળી જવાનું હોય તો પંચમહાભૂત ના ઉપયોગથી સારું દીર્ઘ જીવી શકાય ....ખરુંને ? જો સહમત હોવ તો અહી કેટલાંક નુસખા આપેલા છે તેનો ઉપયોગ કરી અનુભવ જણાવશો તો ગમશે. 


ઉધરસ


લવીંગને મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ દૂધમાં ઉકાળીને પીવાથી ઉધરસ મટે છે.
મરીનું ચૂર્ણ સાકર ઘી સાથે મેળવી ચાટવાથી ઉધરસ મટે છે.
થોડી હીંગ શેકી તેને ગરમ પાણીમાં મેળવી પીવાથી ઉધરસ મટે છે.
દ્રાક્ષ અને સાકર મોંમા રાખી ચૂસવાથી ઉધરસ મટે છે.
દાડમના ફળની છાલનો ટુકડો મોં મા રાખવાથી ઉધરસ મટે છે.
થોડી ખજુર ખાઈ ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને નીકળી જશે અને ઉધરસ તથા દમ મટી જશે.
રાત્રે મીઠાની કાંકરી મોંમા રાખી મુકવાથી ઉધરસ ઓછી આવશે.
ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મેળવી પીવાથી ઉધરસ અને કફ મટે છે.
હળદર અને મીઠાવાળા તાજા શેકેલાં ચણા એક મુઠ્ઠી જેટલા સવારે તથા સાંજે સુુતી વખતે ખાવાથી (ઉપર પાણી ન પીવું) કાયમી શરદી અને ઉધરસ રહેતી હોય તે મટે છે.
હળદર તાવડીમાં શેકી તેની ગાંગડી મોંમા રાખી ચૂસવાથી કફ મટે છે.
નવશેકા પાણી સાથે અજમો ખાવાથી કફની ખાંસી મટે છે.
તુલસીનો રસ સાકર સાથે પીવાથી ઉધરસ તથા છાતીનો દુઃખાવો મટે છે
.
-

 શરદી


ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે.
ગરમા ગરમ ચણા સુંઘવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.
રાત્રે સુતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.
રાઈને વાટીને સાકરની ચાસણીમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.
અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદીમાં રાહત થાય છે.
ગરમ દૂધમાં મરીની ભુકી અને સાકર નાંખીને પીવાથી શરદી મટે છે.
પાણીમાં સુંઠ નાંખી ઉકાળીને ગાળી પાણી પીવાથી શરદી મટે છે.
કાળા મરી અને શેકેલી હળદરનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાથી શરદી મટે છે.
ફુદીનાનો તાજો રસ પીવાથી શરદી મટે છે.
ફુદીનાના રસના ટીપા નાકમાં નાંખવાથી સળેખમ મટે છે.
લવીંગના તેલના ટીપાઓ રૂમાલમાં નાંખી સુંઘવાથી શરદી મટે છે.
સુંઠ પીપરામુળની ગોળીઓ ત્રણ-ચાર તોલા જેવડી બનાવી લેવાથી શરીરની શક્તિ અને ર્સ્ફુિત જળવાઈ રહે છે.
સુંઠ અને તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી સળેખમ મટે છે.
સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે.
તુલસીના પાનવાળી ચા પીવાથી સળેખમ મટે છે.
તુલસી, સુંઠ કાળા મરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણવાર પીવાથી ગમે તેવી શરદી મટે છે.
સુંઠ, કાળા મરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.
નાગરવેલના બે ચાર પાન ચાવીને શરદી મટે છે.

પથરી
નાળીયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરી મટી જાય છે.
કારેલાનો રસ છાશ સાથે પીવાથી પથરી મટી જાય છે.
જુનો ગોળ અને હળદર છાસમાં મેળવીને પીવાથી પથરી ઓગળી જાય છે.
કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી ઓગળી જાય છે.
કળથી ૫૦ ગ્રામ રાત્રે પલાળી રાખી સવારે મસળી ગાળી એ પાણી રોજ સવારે પીવાથી પથરી મટે છે.
લીંબુના રસમાં સિંધવ મીઠું મેળવીને ઉભા ઉભા પીવાથી પથરી ઓગળી જાય છે.
ગાયના દૂધની છાશમાં સિંધવ મીઠું નાંખીને ઉભા ઉભા રોજ ૨૧ દિવસ સુધી પીવાથી પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે અને આરામ થાય છે.
ગોખરૂનું ચુર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
ટંકણખારને બારીક વાટી તેનો ભુકો ઠંડા પાણી સાથે ફાકવાથી પથરીનો ચુરો થઈ પેશાબ વાટે બહાર નીકળી જાય છે.
કળથીનો સુપ બનાવી તેમાં ચપટી સુરોખાર મેળવી પીવાથી પથરી મટી જાય છે અને પથરીને લીધે થતી ભયંકર પીડા મટે છે.
ઘઉં અને ચણાને સાથે ઉકાળીને તેના ઉકાળામાં ચપડી સુરોખાર નાંખી ઉકાળો પીવાથી પથરી ભાંગીને ભુકો થઈ જાય છે.
મહેંદીના પાનનો ઉકાળો પીવાથી પથરી મટે છે.
મકાઈના દાણા કાઢી લીધા પછી ખાલી ડોડાને બાળી તેની ભસ્મ બનાવી ચાળીને આ ભસ્મ ૧ ગ્રામ જેટલી સવાર સાંજ પાણી સાથે લેવાથી પથરીનું દર્દ તથા પેશાબની અટકાયત મટે છે.

વાળની માવજત


વાળ ખરે તો દીવેલ ગરમ કરીને વારંવાર વાળ ઉપર લગાડવાથી ફાયદો થાય છે.
આમળા, કાળા તલ, ભાંગરો અને બ્રાહ્મી સરખેભાગે લઈ વાટીને પાવડર બનાવી રોજ સવાર સાંજ ફાકવાથી સફેદ વાળ કાળા થાય છે.
ખાંડ અને લીંબુનો રસ બંને ભેગા કરી માથુ ધોવાથી ખોડો અને જૂ મટે છે.
ચણાને છાસમાં પલાળીને ચણા એકદમ પોચા થાય ત્યારે માથા ઉપર મસળીને બે કલાક પછી માથુ ધોવાથી જૂ અને ખોડો મટે છે.
તલના ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં નાખી તેનો લેપ કરવાથી માથાની તાલ પડતી બંધ થાય છે.
પા શેર ફુલ ગોખરૂ અને સિંધવને કોપરેલમાં તેનો લેપ કરવાથી માથાની તાલ મટે છે.
લીમડાના પાનને પાણીમાં વાટીને પાણીથી માથું ધોવાથી ખોડો મટે છે.
વાળ ખરી પડતા હોય ત્યારે તેના પર ગોરાળુ માટી (પ્રવાહી) લીંબુના રસમાં મેળવીને ચોપડવાથી વાળ ખરતા અટકે છે.
છાલ સાથેની કાકડી ખાવાથી વાળ ઉપર ચમક આવે છે.
ગરમ પાણીમાં આંબળાનો ભૂકો નાખી ઉકાળી એ પાણીથી વાળ ધોવાથી વાળ સુંદર અને ચમકતા બને છે.

તાવ
કોઈપણ જાતનો તાવ આવ્યો હોય તો બે આનીભાર મીઠું ગરમ પાણીમાં ત્રણ વાર લેવાથી તાવ ઉતરી જાય છે અને તાવ ઉતર્યા પછી સવાર-સાંજ દોઢ આદીભાર મીઠું બે દિવસથ લેવાથી તાવ પાછો આવતો નથી.
  કોઈપણ જાતનો તાવ આવતો હોય તો ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી તાવ ઉતરી જાય છે.
    સખત તાવમાં માથા પર ઠંડા પાણીનાં પોતા મુકવાથી તાવ ઉતરે છે અને તાવની ગરમી મગજમાં ચડતી નથી.
    કોફી બનાવતી વખતે તેમાં તુલસીના અને ફુદીનાના પાન નાંખી ઉકાળો નીચે ઉતારી ૧૦ મિનિટ ઢાંકી રાખીને પછી મધ નાંખીને પીવાથી કોઈપણ જાતનો તાવ મટે છે.
    તુલસી અને સુરજમુખીના પાન વાટીને તેનો રસ પીવાથી બધી જાતના તાવ મટે છે.
    ફલુના તાવમાં કાંદાનો રસ વારંવાર પીવાથી તાવ ઉતરી જાય છે.
    તુલસીનાં પાન, અજમો અને સુંઠનું ચુર્ણ સરખે ભાગે લઈ તેમાં મધ નાખીને લેવાથી ફલુનો તાવ મટે છે.
    પાંચ ગ્રામ તજ, ચારગ્રામ સુંઠ એક ગ્રામ લવીંગનું ચુર્ણ બનાવી તેમાંથી બે ગ્રામ જેટલું ચુર્ણ, એક કપ ઉકળતા પાણીમાં નાંખી ૧૫-૨૦ મિનિટ પછી તેમાં મધ ઉમેરી પીવાથી ફલુનો તાવ બેચેની મટે છે.
    ૧૦ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સુંઠ લઈ તેનો ઉકાળો બનાવી તેમાં મધ નાખી પીવાથી ફલુનો તાવ મટે છે.
    એક ચમચી પીપરીમુળના ગંઠોડાનું ચુર્ણ મધમાં ચાટી ઉપર ગરમ દૂધ પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    ગરમ કરેલા દૂધમાં હળદર અને મરી મેળવીને પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    જીરૂ વાટીને ચાર ગણા પાણીમાં રાતે પલાળીને સવારે નરણા કોઠે પીવાથી ટાઢીયો તાવ મટે છે.
    ફુદીનાનો તાજો રસ મધ સાથે મેળવી દર બે કલાકે પીવાથી ન્યુમોનીયાનો તાવ મટે છે.

    મેલેરીયા

    તુલસી, કાળા મરી અને ગોળનો ઉકાળો કરી તેમાં લીંબુનો રસ નાંખીને ગરમા ગરમ પીવાથી મેલેરીયાનો તાવ મટે છે.
    તુલસીનો રસ ૧૦ ગ્રામ, આદુનો રસ ૫ ગ્રામ મેળવીને પીવાથી તાવ મટે છે.
    ઠંડી લાગીને આવતા તાવમાં અઢી ગ્રામ જેટલો અજમો ગળી જવાથી ઠંડીનું જોર નરમ પડે છે અને પરસેવો વળી તાવ ઉતરે છે. એસીડીટી


દ્રાક્ષ અને બાલ હરડે સરખેભાગે લઈ એટલી જ સાકર મેળવી તેની રૂપીયાભાર જેવડી ગોળીઓ બનાવી લેવાથી એસીડીટી મટે છે.
ગંઠોડા અને સાકરનું ચુર્ણ લેવાથી તથા સુંઠ ખડી સાકર અને આમળાનું ચુર્ણ લેવાથી એસીડીટી મટે છે.
અડધા લિટર પાણીમાં એક લીંબુનો રસ નાખી અડધી ચમચી સાકર નાખી બપોરે જમતા પહેલાના અડધા કલાક પહેલા પીવાથી એસીડીટી મટે છે.
અનાનસના ટુકડા પર સાકર અને મરી ભભરાવીને ખાવાથી એસીડીટી મટે છે.
એલચી સાકર અને કોકમની ચટણી બનાવી ખાવાથી એસીડીટી મટે છે.
ધાણાજીરુનુ ચુર્ણ ખાંડ સાથે લેવાથી એસીડીટી મટે છે અને છાતીની બળતરા થતી હોય તો તે મટે છે.
૧૦૦ થી ૨૦૦ ગ્રામ દૂધમાં થોડી સાકર તથા ઘીમાં સાંતળેલા કાળા મરી ચાર પાંચ નંગનું ચુર્ણ નાખી સાંજે પીવાથી એસીડીટી મટે છે.
૧ થી ૨ ગ્રામ જેટલો ખાવાનો સોડા ધાણા જીરાના ચુર્ણમાં અથવા સુદર્શન મેળવી લેવાથી એસીડીટી મટે છે.
તુલીસના પાનને દહીં કે છાશ સાથે લેવાથી એસીડીટી મટે છે.

વજન વધારવા માંટે
- નરણા કોઠે ખજુર સાથે દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે,અને વજન વધે છે.
-ખજુર દસ તોલા અને દ્રાક્ષ પાચ તોલા દરરોજ ખાવાથી સુકલકડી શરીરમાં નવું લોહી પેદા થાય છે, અને ખુબ ફાયદો થાય છે.
-કોથમરીનો તાજો રસ અને લીંબુનો રસ ભેળવી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ બને છે અને વજન વધે છે.
-રાત્રે ભેસનાં દુધમાં આખા ચણા પલાળી રાખી સવારે ખાવાથી શક્તિ અને વજન વધે છે. -

કબજીયાત
અજમો અને સોનામુખીનું ચૂર્ણ હુંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
પાકા ટમેટાનો એક કપ રસ પીવાથી આંતરડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
નરણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાય કબજીયાત મટે છે.
લીંબુ રસ ઠંડા અથવા ગરમ પાણીમાં સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે.
ખજુરને રાત્રેપલાળી નાખી સવારે મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
રાત્રેસુતી વખતે બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
ત્રણ ગ્રામ મેથીનું ચૂર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે.
ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં કરી તે ઉકાળો રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
અજમાના ચુર્ણમાં સંચોરો નાંખી ફાકવાથી કબજીયાત મટે છે.
તુલસીના ઉકાળામાં સિંઘવ અને સુંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
જાયફળ લીંબુના રસમાં ઘસીને તે ઘસારો લેવાથી કબજીયાત મટે છે.
જમ્યા પછી એકાદ કલાકે ત્રણથી પાંચ હીમેજ ખુબ ચાવીને ખાવાથી કબજીયાત મટે છે.

જાયફળ :
ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.
સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
 સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી સારી ઊંઘ આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.

કફ
દૂધમાં હળદર, મીઠું અને ગોળ ગરમ કરી પીવાથી કફ મટે છે.
દરરોજ થોડી ખજુર ખાઈ ઉપર પાંચ ઘુંટડા ગરમ પાણી પીવાથી કફ પાતળો થઈને બહાર નીકળે છે અને ફેફસાં સાફ બને છે.
રાત્રે સુતી વખતે ત્રણ ચાર તોલા શેકેલા ચણા ખાઈ ઉપર પોશેર દૂધ પીવાથી શ્વાસ નળીમાં એકઠો થયેલો કફ નીકળી જાય છે.
જાડાપણું ઘટાડવા તેમજ વજન ઓછુ કરવા માટે

- એક પાકા લીંબુ નાં રસમાં મધ મેળવીને ચાટવાથી જાડાપણું મટે છે.
-સહેજ ગરમ પાણીમાં મધ મેળવી સવારે નરણે કોઠે પીવાથી ચરબી ઊતરે છે . બહુજ વજન ધરાવતી વ્યક્તિ પણ આ પ્રયોગથી ઓગળી જાય છે.
-પાકા લીંબુનો રસ અઢી તોલા તથા મધ લઈ ,વીસ તોલા સહેજ ગરમ પાણીમાં મેળવી જમ્યા બાદ તરત પીવાથી એક -બે મહિનામાં જાડાપણું મટે છે.
-તુલસીનાં પાંદ ને દહીં અથવા છાસ માં ખાવાથી વજન ઘટે છે,શરીર માંથી ચરબી ઓછી થાય છે ,અને શરીર સપ્રમાણ બને છે . 

 જીવજંતુના ડંખ


મધમાખીના ડંખ ઉપર મીઠું ચોપડવાથી પીડા મટે છે.
    મધમાખીના ડંખ ઉપર તપકીર અથવા ઝીણી કરેલી તમાકુ ચોપડવાથી પીડા મટે.
    મધમાખીના ડંખ ઉપર સુવાને સિંધવ મીઠું પાણી સાથે વાડી ચોપડવાથી પીડા મટે.
    કાનખજુરાના ડંખ ઉપર ગોળ બાળીને ચોપડવાથી પીડા મટે છે.
    કાનખજુરો કાનમાં ગયો હોય તો સાકરનું પાણી કરી કાનમાં નાખવાથી કાનખજુરો નીકળી જશે અને આરામ થશે.
    કોઈપણ ઝેરી જીવજંતુ કરડ્યું હોય તો તરત જ તુલસીના પાનને પીરસીને ડંખ ઉપર મસળવાથી ઝેરની અસર નાબુદ થાય છે.
    કોઈપણ ઝેરી જીવજંતુના ડંખ ઉપર મીઠા લીમડાના પાન વાટીને ચોપડવાથી ડંખની પીડા અને સોજો ઉતરે છે અને ઝેરની અસર નાબુદ થાય છે.
    કોઈપણ જીવજંતુના ડંખ ઉપર હળદર ઘસીને સહેજ ગરમ કરી ચોપડવાથી પીડા મટે છે.
    વીંછી કરડ્યો હોય તો સુંઠને પાણીમાં ઘસી સુંઘવાથી વીંછીનો ઝેર ઉતરે છે.
    વીંછી કરડ્યો હોય તો ફુદીનાનો રસ પીવાથી કે ફુદીનાના પાન ખાવાથી ઝેર ઉતરે છે.
    વીંછીનાં ડંખવાળો ભાગ મીઠાપાણીથી વારંવાર ધોવાથી તથા મીઠું પાણી નાખેલા પાણીનાં ટીપાં આંખોમાં નાંખવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
    તાજણીયાનો રસ સાકર સાથે પીવાથી વીંછીનું ઝેર ઉતરે છે.
    આમલીનો ચીંચોડો સફેદ થાય ત્યાં સુધી પાણીમાં ઘસી એ સફેદ થયેલો ચીચોંડો વીછીંના ડંખ ઉપર ચોટાડવાથી ઝેર શોપી લે છે અને પોતાની મેળે ખરીપડે છે અને વીંછીનું ઝેર ઉતરે છે.
    મચ્છરોના કે કીડી-મકોડાના ડંખ ઉપર લીંબુનોરસ ચોપડવાથી પીડા મટે છે.
    ગરોળી કરડે તો સરસીયું તેલ અને રાખ મેળવીને ચોપડવાથી ઝેર મટે છે.
    મચ્છરના ડંખ ઉપર ચુનો લગાડવાથી પીડા મટે છે.
    ઉંદર કરડ્યો હોય તો ખોરૂં કોપરું મૂળાના રસમાં ઘસી ચોપડવાથી પીડા મટે છે.
    સાપ કરડે ત્યારે દસ થી વીસતોલા ચોખ્ખું ઘી પીવું પંદર મિનિટ પછી નવશેકું પાણી પી શકાય એટલું પીવાથી ઉલટી થઈને ઝેર બહાર નીકળી જશે.

અનીંદ્રા

ચોથા ભાગનું જાયફળ પાણી સાથે લેવાથી ઊંઘ આવે છે.
પીપરીમુળના ચુર્ણના ફાકી લેવાથી અને પગે દીવેલ ઘસવાથી સારી ઊંઘ આવે.
સુતા પહેલા ઠંડા પાણી વડે હાથ-પગ ધોઈ તાળવે અને કપાળે ઘી ઘસવાથી ઊંઘ આવે છે.
સાથે ગંઠાડાનું ચુર્ણ ખાવાથી અને ઉપર ગરમ દૂધ પીવાથી ઊંઘ આવે છે.
વરીયાળી, દૂધ અને સાકરનું ઠંડુ સરબત પીવાથી સારી ઊંઘ આવે છે.
જાયફળ, પીપરીમૂળ તથા સાકર દૂધમાં નાંખી ગરમ કરી સુતી વખતે પીવાથી સરસ ઊંઘ આવે છે.
ખુબ વિચાર, વાયુ કે વૃદ્ધાવસ્થાને લીધે વાયુ વધી જવાથી ઊંઘ ઉડી જાય છે ત્યારે ગંઠોડાનું ચુર્ણ ૨ ગ્રામ જેટલું ગોળ તથા ઘી સાથે ખાવાથી ઊંઘ આવી જાય છે.
દૂધમાં ખાંડ તથા ગંઠોડાનું ચુર્ણ નાંખી ઉકાળીને પીવાથી ઊંઘ સારી આવે છે.

 કોલેરા


લવીંગના તેલના બે ત્રણ ટીપાં ખાંડ કે પતાસામાં લેવાથી કોલેરા મટે છે.
ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે.
જાયફળનું એક તોલો ચૂર્ણ ગોળમાં મેળવી નાની નાની ગોળીઓ કરી, કરી તેમાંથી એક એક ગોળી અર્ધા કલાકે લેવાથી અને અને ઉપર થોડું ગરમ પાણી પીવાથી કોલેરા મટે છે.
હિંગ કપૂર અને આંબાની ગોટલી સરખે ભાગે લઈ ફુદીનાના રસમાં ઘુંટી ચણા જેવડી ગોળીઓ બનાવી લેવાથી કોલેરા મટે છે.
પાણીમાં લવીંગ નાખી ઉકાળી ને તે પાણી પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.
જાયફળનો ઉકાળો પીવાથી કોલેરામાં થતી તરસ મટે છે.

 ડેન્ગ્યુ

તમને અથવા તમારા સગાં સબંધીને ડેન્ગ્યુ  થયો હોઈ અથવા પ્લેટલેટ ની સંખ્યા ઓછી હોઈ તો નીચેની ત્રણ કુદરતી વસ્તુ નો ઉપયોગ કરી ને આરામ મેળવો...

૧) પપૈયા ના પાંદ નો રસ,
પપૈયા ના પાંદ નો રસ બહુંજ ફાયદાકારક છે, તેમજ તેના પાંદ સરળતાથી મળી રહે છે,તાજા પાંદ નો રસ નીકાળી ને  દર્દી ને રોજ ૨ થી ૩ વાર આપો, એકજ દિવસ માં પ્લેટલેટ ની સંખ્યા વધવા લાગશે.
૨) નાના ઘઉં (જુવારા) ના ઘાસ નો રસ ,
3)દાડમ નો રસ,
દાડમ નો રસ તેમજ નાના ઘઉં (જુવારા) ના ઘાસ નો રસ નવું લોહી બનાવવાં માટે તથા રોગપ્રતિકારક શક્તી વધારવા  બહુંજ ઉપયોગી છે.

ક્ષય

બકરીના ૨૦૦ ગ્રામ દૂધમાં થોડું મીઠું નાખી સવાર સાંજ પીવાથી દર્દીનું બળ ટકી રહે છે.

કફ સહેલાઈથી નીકળી જશે અને શરીર વધુ સુકાતું અટકી જશે.
ખજુર, દ્રાક્ષ, સાકર, ઘી, મધ અને પીપર સરખેભાગે લઈ તેનું ચાટણ બનાવી દરરોજ બેથી ત્રણ તોલા જેટલું ચાટવાથી ક્ષય જયની ખાંસી અને શ્વાસમાં ફાયદો થાય છે.

ખરજવું
ગાજરને વાટી તેમાં થોડું મીઠું નાખી ગરમ કરી ખરજવા ઉપર બાંધવાથી ખરજવું મટે છે.
ખોરાક અથવા ખજુરના ઠળીયાને બાળી તેના રાખ કપુર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
તાજણીયાની લાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ખસ મટે છે.
ખરજવા ઉપર લીમડાના બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો અર્ધો કપ રસ સવાર-સાંજ પીવાથી ખરજવું મટે છે.
પપૈયાનું દૂધ અને ટંકણખારને ઉકળતા પાણીમાં મેળવીને લેપ કરવાથી ખરજવું ખસ મટે છે.
જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુજલી મટે છે.
કોપરૂં ખાવાથી અને કોપરૂં બારીકવાટી શરીર પર ચોપડવાથી ખંજવાળ મટે છે.
ટમેટાના રસમાં તેનાથી બમણું કોપરેલ મેળવી શરીર પર માલીશ કરી, અર્ધા કલાક પછી સ્નાન કરવાથી ખુજલી મટે છે.
ત્રણ દિવસનો વાસી પોશાખ ખરજવા ઉપર દિવસમાં સવાર-સાંજ ચોપડવાથી ખરજવું ચોક્કસ મટે છે.
(ત્રણ ખાટલી રાખી રોજ એક ખાટલીમાં પોશાખ બરતા રહેવું)આમળા બાળી તલના મેળવી શરીર પર માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
ચણાનો લોટ પાણીમાં મેળવી શરીરે માલીશ કરવાથી અને સ્નાન કરવાથી ખુજલી મટે છે.
રાઈને દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટે છે.
એરીયો દહીંમાં વાટીને ચોપડવાથી દરાજ મટેછે.
તુવેરના પાન બાળી દહીંમાં મેળવી ચોપડવાથી ખસ મટે છે.
આખા શરીરે ખુજલી આવતી હોય તો સરસીયાના તેલનું માલીશ કરવાથી ખુજલી મટે છે.
કોપરેલ તેલ અને લીંબુનો રસ મેળવી શરીર પર માલીશ કરવાથી ખુજલી મટે.
ખંજવાળ આવતી હોય તો તુલસીના પાનનો રસ ઘસવાથી મટે છે.

Friday, December 2, 2016

માટીનું વાસણ અને પવિત્રતા....
આજે પરિવાર સાથે નવસારી જવાનું થયું. સાંજે વળતાં રોડ પર મળતું 'ઉંબાળીયુ' ખાવા જવાનું સર્વનું માટે નક્કી થયું. 'ઉંબાળીયુ' એ દક્ષીણ ગુજરાત, ખાસ કરીને નવસારી માં થતું એક શાખ છે જે સલાડ, છાસ સાથે ખાવામાં આવે છે. 'ઉંબાળીયા'માં તમામ શિયાળુ શાખભાજી મરચાં, તેજના-મરી મસાલા થી ભરપુર ચટાકેદાર બનાવાય છે. કદાચ તમે પણ ચટાકેદાર 'ઉંબાળીય'નો સ્વાદ ચાખ્યો હશે.
અમે 'ઉંબાળીયુ' ઓર્ડર કરી ટેબલ પર બેઠા. વાતો સાથે 'ઉંબાળીયુ' બનાવતાં બહેનની 'ઉંબાળીયુ' બનાવવાની પ્રક્રિયા પણ જોઈ રહ્યા. 'ઉંબાળીયુ' એ માટીમાંથી બનેલ માટલીમાં સુરતી પાપડી, બટાટા, રતાળુ, શક્કરીયા, તમામ શાખભાજી નાંખી તેમાં થોડું તેલ અને બાકી તમામ મારી મસાલા મરચાં વિગેરે નાંખી તેના પર માટીનું વાસણ ઢાંકી-કપડું બાંધી જમીનમાં કરેલ ખાડામાં ઊંધું દાટી ઉપર લાકડા/કોલસાથી કરેલ ભઠ્ઠામાં ગરમી આપી શેકી બનાવાય છે. અમારા ઓર્ડર મુજબનું 'ઉંબાળીયુ' અમને ટેબલ પર આપવા આવેલ એ બહેનને મેં પૂછ્યું કે તમે બહાર કુકર કે તપેલીમાં બાફો તો ? એ બહેને કહ્યું કે સાહેબ અમારા વડવાઓ આવી રીતે જ 'ઉંબાળીયુ' બનાવતાં. મેં પૂછ્યું કે પરંતુ હવે સમય બદલાયો. તમે પણ બદલાઓ. બહેને તરત કહ્યું કે સાહેબ,"અમે...." કદાચ માટી પવિત્ર હોય છે એટલે માટીના વાસણમાં બનાવતાં હશે. અમે તો ગરીબ ઘરનાં અને રોડ પર 'ઉંબાળીયુ' વેચી ગુજરાન ચલાવીએ અહી બધાં ખાવા આવે. એટલે અમારી એમની પવિત્રતા તો જાળવવી જોઈએ ને ??? હું બહેન તરફ જોતો જ રહ્યો અને માટીની પવિત્રતા વિષે જાણવા ગુગલ થી ગ્રંથાલય સુન્ધીની સફર શરુ કરી. વર્ષો થી આપણે સંભાળેલ તે મુજબ 'આપણું શરીર માટીનું બનેલું છે અને માટીમાં મળી જશે...' માણસના મૃત્યુ પછી તેના અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો તેમનું શરીર બળીને રાખ થયા પછી રાખનું વજન સવાશેર (લગભગ ૬૨૫ ગ્રામ જેટલું) થઇ જાય. આ માટીનું લેબોરેટરીમાં એનાલિસિસ કરવામાં આવે તો એમાંથી કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, જીંક, સલ્ફર, માઈક્રો ન્યુંકીડંસ જોવા મળે છે. આ એજ તત્વો છે જે માટીમાં છે. માટીમાં બનાવેલ ખોરાક લાંબા સમય સુંધી સુરક્ષીત રહે છે બગડતું નથી. પ્રેસર કુકરમાં બફેલ ધન કે ખોરાક પાકે નહિ પરંતુ ઉપરથી આપેલ હવાના પ્રેસર ના કારણે તૂટે. ભારતમાં વર્ષો પહેલાં માટીના જ વાસણો વાપરતાં. ખાસ કરીને દાળ માટીના વાસણોમાં બનાવાતી જેથી પ્રોટીન અને બીજા તત્વો અને સાત્વિકતા સચવાઈ રહે. આથી જ આપણા વડવાઓ નાની ઉંમરે ડાયાબીટીસ, હાર્ટ એટેક, પગના ઘૂંટણ ના રોગો નહોતા. ભારતમાં એલ્યુમીનીયમ કે બોક્ષાઇટ ના ખજાના હતાં પરંતુ વાસણો માટીના વાપરતાં. બહારથી આવેલ પ્રજા એલ્યુમીનીયમ અને સ્ટીલ લાવી જેને કહેવાતાં ઉચ્ચ વર્ણ ના લોકો એ સ્વીકાર્યા. આજે પણ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઓરિસ્સા કે અન્ય રાજ્યોમાં માટીના વાસણોમાં જમવા બનાવે છે અને માટીના વાસણમાં ચા પીવે છે. માટીના વાસણ માં બનેલ ખોરાક પ્રેસર કુકર કરતાં મોડા સમયમાં બને. દાળ જલ્દી ગળે નહી. આમ પણ દાળ જેટલી મોડી ગળે (ચડે) તે વધુ સ્વદીસ્ટ હોય. અમારા ઘરમાં મારા માતુશ્રી માટીની તાવડી (તવી)માં ચૂલા પર લાકડાં સળગાવીને રોટલો બનાવતાં. ગરીબીનો રોટલો અને ડુંગળી/મૂળો છાશ અને ગોળ  એ અમારું ભોજન બનતું અને એના કારણે આજે પણ કોઈ જટિલ રોગ માં હજુ ગૂંચવાયા નથી. અઠવાડિયે એકાદ વાર વાળુંમાં મળતી ખીચડી પણ ચુલ્લા પર જ બનતી અને કદાચ એટલે જ એ સ્વદિસ્ટ લગતી. વર્ષો પહેલાં ઘરમાં રેફ્રીજરેટર નહોતા એટલે જમવાનું એક બે દિવસ સુંધી સુરક્ષિત રાખવા માટે માટીના વાસણોમાં બનાવતાં. માટીના વાસણોમાં રંધાયેલ ખોરાક ની ગુણવતામાં ઘટાડો થતો નથી. તત્વો એટલી જ માત્રામાં જળવાઈ રહે છે. માટીના વાસણો પછી કોઈ બીજી ધાતુ જેને પવિત્ર (સાત્વિક) ગણવામાં આવે તો એ છે કાંસુ.બ્રાહ્મણના સંતાનો ને જનોઈ આપતા કાંસના વાસણો  ભિક્ષામાં આપવામાં આવે છે. અર્થાત વિદ્યા અભયસ માટે જતાં એ સંતાનો પવિત્ર વાસણમાં જમે કે પોતાનું જમવાનું બનાવે. કાંસમાં જમવાનું બનાવામાં આવે તો વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ૯૦ થી ૯૩ ટકા સત્વ (તત્વ) જળવાઈ રહે છે. કાંસા પછી આવતી શ્રેષ્ઠ ધાતુ એટલે પિત્તળ જેમાં લગભગ ૮૦ ટકા ભોજન સુરક્ષીત રહે છે જયારે સ્ટીલના પ્રેસર કુકરમાં બાફેલ ખોરાકમાં માંડ ૨૦ થી ૨૫ ટકા જ સત્વ (તત્વ) જળવાઈ રહે છે.  'ઉંબાળીયુ' એટલે સાત્વિક આહાર. વિટામીન અને પ્રોટીનથી ભરપુર આહાર. એમાં રહેલ સત્વ (તત્વ)ને કેવી રીતે વેડફી શકાય ? માર્કેટમાં માટીના આકર્ષક વાસણો મળે છે પરંતુ વ્યસ્ત સમયમાં ત્રસ્ત આપણે એ વાસણોમાં જમવાનું બનાવતાં નથી કે સચાવાનીને કારણે ઘરમાં રાખતાં પણ નથી. જો ડાયાબિટીસ ,  બ્લડપ્રેશર કે સાંધા નો દુખાવો સતાવતો હોય તો માટીના વાસણમાં બનાવેલ ખોરાક ખાઓ ...રાહત રહેશે ...
'ઉંબાળીયુ' વેચનાર બહેન જે વાસણ ને પવિત્ર કહે છે એ વાસણ નું મહત્વ હવે સમજાયું.....જયારે નવસારી જવાનું થાય ત્યારે 'ઉંબાળીયુ' બિનચૂક ખાજો....
 


                                          'ઉંબાળીયુ' બનાવવાની રીતે You Tube પર જોવા નીચેની લીંક પર ક્લીક કરો....
યુ ટ્યુબ પર 'ઉંબાળીયુ' બનાવવાની રેસીપી શેર કરનાર વ્યક્તિનો આભાર.....